________________
સમયને આળખા.
એ તમારૂં શું ખગાડે છે ? ” પાતે કેવળ શેાખની ખાતર જ એ નિર્દોષ પ્રાણીઓના શિકાર કરે છે, છતાં જાણે કે યુક્તિવાદમાં હું હરાવી દઉં, એમ ધારી જવાબ આપે છે:–“ હિરણ, એ અમારી ખેતીને ઘણુ નુકશાન પહોંચાડે છે. માટે એ જાતિના નાશ કર્યે જ છૂટકા. ”
આના ઉત્તર સીધેા અને સરલ જ છે. ભારતવર્ષ માં શિકારીઓના પાર નથી. શિકારી વર્ષોનાં વર્ષોથી થતા આવ્યા છે, છતાં હહરણની જાતિના કાઇપણ દેશમાંથી નાશ થયા કાઇએ જાણ્યા છે ? એટલુજ નહિં પરન્તુ જે પ્રાન્તમાં હરિણાના શિકાર કરવામાં આવે છે, એ પ્રાન્તમાં, ખીજા– નહિ શિકારવાળા પ્રાન્તા કરતાં વધારે ઉપજ થાય છે, એમ કહેવાનું સામર્થ્ય તેઓ કરી શકે તેમ છે? એકજ દેશી રાજ્ય જોધપુર. ચાક્કસ વર્ષો પહેલાં, જ્યારે કે તે રાજ્યમાં હરિણાદિના શિકાર નહિ થતા હતા, ત્યારે અત્યારની અપેક્ષાએ તે વખતની પ્રજા શું દુ:ખી હતી ? શું તે વખતે અનાજ નિહ પાકતું હતું? ન કેવળ જોધપુર જ, જ્યાં જ્યાં પહેલાં શિકાર નહિ થતા હતા, અને અત્યારે થઇ રહ્યા છે, એ બધાં સ્થાનામાં અત્યારના કરતાં પહેલાં અનાજ ઓછું પાકતુ હતું, અથવા તે વખતના મનુષ્યા દુ:ખી હતા, એવુ કહેવાને કાઈપણ સમર્થ થઈ શકે તેમ નથી. ખલ્કે વસ્તુસ્થિતિ તા તેથી ઉલટી જ દેખાય છે. એટલે કે પહેલાંના પાક, એ અત્યારે પાક રહ્યો જ નથી. પહેલાંનું સુખ,
૧૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com