________________
જંગલી જાનવની હિંસા. કે “આણે તે મંત્રથી એ વિછીના ડંખનું ઝેર મારી નાખ્યું છે, તેથી તે હાથ ઉપર ફેરવે છે.” પરંતુ તે એક જાતને ભ્રમ છે. વીંછીની ચામડીમાં એક એવા પ્રકારની વિશેષતા છે કે જે તેની પીઠ ઉપર એક અંશ માત્ર પણ સ્પર્શ થશે તો તે ઝટ પિતાને ડંખ ઉપાડી એ સ્પર્શ થયેલી વસ્તુ ઉપર મારશે. જ્યાં સુધી એની પીઠ ઉપર સ્પર્શ ન થાય ત્યાં સુધી તે ડંખ નહિં જ ઉપાડે. અને એનું જ એ કારણ છે કે કેટલાક મનુષ્ય બહુ સાવધાનતાપૂર્વક વીંછીને પોતાના શરીર ઉપર ફેરવે છે. આવી રીતે સાપ વિગેરે જાનવરે પણ જ્યાં સુધી કઈ પણ જાતના ભયમાં નથી આવતા ત્યાં સુધી તે ડંખ નથી જ મારતાં.
જ્યારે વસ્તુસ્થિતિ આ છે તે પછી, આપણે, એ જાનવરો આપણું નુકસાન પહોંચાડનાર છે. આપણો જીવ લેનારાં છે, એમ માનવું, એ એક પ્રકારનો જુલ્મ નહિં તે બીજું શું છે? મનુષ્યજાતિને જરા પણ હાનિ ન પહોંચે, એવા પ્રકારના ભક્ષ્યથી પોતાનું ગુજરાન ગુજારી રહેલાં એ નિર્દોષ પ્રાણિઓને, પોતાનું દુઃખ નહિ કહી શકનારાં જાનવરને કેવળ પોતાના સ્વાર્થની ખાતર કે શેખની ખાતર આ સંસારથી વિદાય કરી દેવાં અથવા વિદાય કરી દેવાની બુદ્ધિ રાખવી, એ તો અક્ષમ્ય ગુન્હા જ કહી શકાય.
એ જંગલી જાનવરોને પોતાનાં ગુન્હેગાર સમજનારા ખરેખર ભૂલ કરે છે. ભયમાં આવ્યા વિના તેઓ કેઈના
૧૪૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat