________________
સમયને ઓળખો.
ગત વર્ષમાં ગ્વાલીયર રાજ્ય તરફથી માફીદારની કેન્ફરન્સ ગ્વાલીઅરમાં મળેલી, તે વખતે કેટલાક શંકરાચાર્યો અને હેટા મોટા સાધુ સંન્યાસીઓ તે કોન્ફરન્સમાં હાજર થએલા, અને એ માફીદારોમાં શિક્ષાનો પ્રચાર શી રીતે થાય? એ સંબંધી પરસ્પર વિચારેની લેણ દેણ કરી, ગ્વાલીયર રાજય તરફથી શિવપુરીમાં માફીદારોના છોકરાઓ માટે એક બ્રહ્મચર્યાશ્રમ ખોલવું, એવો નિર્ણય કરેલ.
ઘોડા વખતને માટે માની લઈએ કે આ બધા ચકવત્તિઓ ( શંકરાચાર્યો અને મઠાધિપતિઓ ) રાજ્યની દષ્ટિ નીચે કેન્ફરન્સ ભરાએલી, તેથી કદાચ એકપીઠ ઉપર સાથે બેઠા હશે, પરંતુ હમણાં બનારસમાં અખિલ ભારતવર્ષીય બ્રાહ્મણ કેન્ફરન્સ ભરાઈ, એણે તો ખરેખર ब्राह्मणो ब्राह्मणं दृष्ट्वा अथवा भिक्षुको भिक्षुकं दृष्ट्वा श्वानवत् પુર્ષાય એ કહેવતને સર્વથા જૂઠી ઠરાવી છે.
ઉપર્યુક્ત “ અખિલ ભારતવર્ષીય બ્રાહ્મણ મહા સમેલન ” આસો વદ ૧ થી આસો વદ ૧૧ સુધી મળ્યું. તેમાં પ્રારંભના ૮ દિવસ સુધી સભામાં પાસ કરવાના વિષય ઉપર ચર્ચાએ જ કરવામાં આવી, અને છેલ્લા ત્રણ દિવસમાં ઠરાવ થયા. આ મહાસંમેલન, કેવળ કેઈપણ એક જ પ્રકારની ઉપાસના કરનારા બ્રાહ્મ
નું ન હતું. બલકે ભારતવર્ષમાં હયાતિ ધરાવતી તમામ જાતના બ્રાહ્મણનું આ સંમેલન હતું, આ સમેલનમાં
૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com