________________
સમયને ઓળખો. સુધારક થનારને-સુધારાના ક્ષેત્રમાં યાહામ કરનારે પહેલાં પોતાના આત્માને ખૂબ કેળવવાની જરૂર છે.
બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે સુધારો એનું નામ નથી કે મૂળમાં કુઠાર નાખ. મૂળ વસ્તુનો નાશ ન કરતાં, જેટલા અંશમાં બગાડે થયે હોય, તેટલા અંશમાં સુધારે કર, એનું નામ સુધારે છે. મંદિરમાં, ભગવાનની પૂજા વિગેરેમાં વધી ગયેલા અવિવેકના કારણે મંદિર, મૂર્તિ કે પૂજા-પાઠનું ખંડન કરવું, એનું નામ સુધારો નથી. આવી જ રીતે બીજી બધી બાબતમાં સમજવાનું છે.
વળી સુધારો કરાવવા ઈચ્છનારે સ્વયં આચરણ બતાવવું જોઈએ. સુધારકોએ સ્વામિ વિવેકાનંદે પોતાના શિષ્યને કહેલા શબ્દો સ્મરણમાં રાખવા જેવા છે.
જગતને સુધારવાની જે તારા મનમાં ઇચ્છા હોય તો તું પોતે સુધર.' અવિધિથી થતાં સામાયિકો તરફ સુધારકેને અભાવ થતો હોય અને તેઓ બીજાઓને શુદ્ધ સામાયિક કરાવવા ચાહતા હોય, તો તેમણે સ્વયં શુદ્ધ સામાયિક કરી બતાવવું. એમ જે જે વસ્તુમાં આપણે સુધારો કરાવવા ઈચ્છતા હોઈએ, તે તે વસ્તુનું શુદ્ધ રીતે સ્વયં આચરણ કરવું. મને લાગે છે કે ઘણું ખરી બાબતમાં તો આપણું અને આપણા મિત્રોનું દેખતાં દેખતાંજ
૧૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com