________________
સુધારે. સામનો કરવા પડશે. ધણુ ઘણુ તિરસ્કાર અને અપમાનો સહવા પડશે. જોતિબહાર કે સંઘબહારના ડેાળા તમને ડરાવી મારશે. “નાસ્તિકે ”, “અધમિઓ, “મિથ્યાત્વીએ” “ધર્મધ્વંસકે”નાં વમય બાણે તમારી છાતીમાં સુંસરા નીકળે, એવી રીતે તમને આવી વળગશે. છાતી મજબૂત રાખજે. દઢ પ્રતિજ્ઞ થજે. સંગઠન બળ વધારીને બહાર આવજે અને પેલા લૂથર કે લુથરના સાથી સુધારકને પૂછીને બહાર આવજે કે સુધારાના ક્ષેત્રમાં બહાર પડતાં–મેદાને જંગમાં ઉતરતાં તેમને કેટલી મુશ્કેલીઓ પડી હતી. ખૂબ ધ્યાનમાં રાખજે કે
એ રૂઢી-રાક્ષસી મારતાં મહાભારતે લઢવાં પડે, એ જ્ઞાતિ કિલ્લા તોડતાં બહુ જંગ ખેડાવા પડે. સાચું સ્વાતંત્ર્ય સાધતાં કંઈ બત્રીસા દેવા પડે, પૂછે લૂથર-સુધારકને, આગમાં બળવા પડે.
આટલુ સામર્થ્ય, આટલી દઢતા હોય તે સુધારક થશે અને સુધારા કરવા બહાર આવજે. વિજય જરૂર છે!
૧૪૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat