________________
સમયને ઓળખે.
ઘણુ ખરા તે “સુધારકના ખાં” માં ખપવું છે, અને વખત આવે “ચઢ જા બેટા સૂળીપર, અલ્લા અચ્છા કરેગા” વાળી કહેવતને ચરિતાર્થ કરતા જોવાય છે. સવા ખાંડી બલવા કરતાં સવાપાસેર પણ કરી બતાવવું, વધારે સારું છે.
સુધારક! જાગ્રત થાઓ. મહાવીરના શાસનમાં અત્યારે સાચા સુધારકોની ઘણું જરૂર છે. ડગલે ને પગલે જરૂર છે. આજે જેનધર્મ ગુજરાત અને કાઠિયાવાડના એક ખાચિયામાં જઈ પડયો છે, તેને બહાર કાઢી દેશદેશાંતરમાં ફેલાવનારા–પ્રચાર કરનારા સુધારકની જરૂર છે. જેને સમાજમાં કેટલાક સાધુઓ અને ધનાઢય ગૃહસ્થો તરફથી જે ગુરૂડમવાદ ચાલી રહ્યો છે, એ ગુરૂડમવાદને દેર તેડી નાખવા માટે સુધારકેની જરૂર છે. રૂઢીવાદે જૈન ધર્મને ખરેખર ઝાંખો પાડે છે, કલંક્તિ કર્યો છે, એ રૂઢીવાદને ઉછેદ કરવા માટે સુધારકેની જરૂર છે.
સુધારક! તમારી કયાં જરૂર નથી ? મહાવીરની સાચી ભાવના, મહાવીરને ધર્મની સાચી ઉદારતા આજે તમે કયાં જૂઓ છે? એ સાચી ભાવના અને સાચી ઉદારતા પૃથ્વીપટ પર મૂકવા માટે બહાર પડે.
પણ જરા ધ્યાનમાં લેશે? પહેલાં જ કહી ચુક્યો છું કે સુધારક થવું એ હેલું નથી. પહેલાં સ્વયં આદર્શ બનવાનું છે. પહેલાં સ્વયં સુધારવાનું છે, પછી બીજાને કહેવા જવાનું છે. બીજાને કહેવા જતાં ઘણું ઘણું મુશ્કેલીઓના
૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com