________________
સુધારે.
વગર બેલે સુધારે થતો રહેશે. કઈ વસ્તુમાં કદાચ બલવાની પણ જરૂર પડે, તે તે અલ્પ ૪. વધારે નહિં જ.
સુધારકે જે એમ સમજતા હોય કે- સાધુ પોતાની આવશ્યકીય ક્રિયાઓને ન કરે, અને સુધારાની વાતો કરે, તેથી તે સુધારક, અને જ્યારે તે મોટર કે રેલમાં બેસવા લાગે, એટલા માટે સુધારક, તે તે ખરેખર ભૂલ કરે છે. ધર્મનું રક્ષણ–પાલન, એ સાચું સુધારકપણું છે. ધર્મને છોડે, ધર્મ કિયાએથી દૂર થવું, એમાં બહાદુરી શી છે? બહાદરી શુદ્ધ રીતે ધર્મના પાલન કરવામાં છે. બગડેલાને સુધારવું, એનું નામ સુધારે છે. બગડેલાને સાવ છોડી દેવું, એનું નામ નાશકતા છે. ઉચ્છેદકતા છે આપણે સુધારક બનવું છે. ઉછેદક નથી બનવું.
સુધારકની પહેલી હાકલ “સમયને ઓળખ” એ હેવી જોઈએ. અને પહેલાં સ્વયં સમયને ઓળખ જોઈએ. કેટ, પાટલુન ને નેકટાઈ કલર લગાવવાં, એ સમયને ઓળખ્યાનું લક્ષણ નથી. અથવા કેવળ લેકચર બાજી ઝાડી, એ પણ સમયને ઓળખ્યો ન કહેવાય. સમયને ઓળખનારે તે છે કે-જે સમાજ કે ધર્મને માટે પોતાના દ્રવ્યને, સમયને અને શરીરનો ભેગ આપવાને યથાશક્તિ તૈયાર થાય. આજના સુધારકમાંના ઘણા ખરા જેટલી સુધારાની વાત કરે છે, એમાંનું અપાશે પણ સમાજનું કંઈ ઉકાળવા તૈયાર થતા હોય, તો તેઓ ઘણું કામ કરી શકે.
૧૩૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat