________________
સુધારે.
આમ એકે એક અંગનું બારિકાઈથી અવલોકન કરીયે તે ખરેખર સમજાય છે કે–પ્રત્યેક અંગમાં સુધારાની જરૂર છે. પ્રત્યેક અંગમાં પેઠે સડે દૂર કરવાની જરૂર છે. પ્રત્યેક અંગમાંથી ફૂડો-કચરે કાઢવાની જરૂર છે.
પણ એ સુધારો કરે કોણ? એ સડે કાઠે કોણ? સુધારકસાચા સુધારકે જ એ કામ કરી શકે. અને અએવ સાચા સુધારકોની સમાજમાં આવશ્યકતા છે. સાચા વીરેની જરૂર છે, આત્મભેગીઓની જરૂર છે. બળવાખોરોની જરૂર છે, એક એક અંગને બારીકાઈથી તપાસનારા દીર્ઘ દૃષ્ટિઓની જરૂર છે.
આ સુધારકે સાચા સુધારકે જોઈએ, પરંતુ સુધારક થવું એ કંઈ છોકરાઓના ખેલ નથી. સુધારક થવું, એટલે આદર્શ બનવું, સુધારક થવું એટલે ત્યાગની મૂર્તિ થવું. સુધારક બનવું એટલે બે ફિકર ફકીર થવું.
જ્યાં સુધી સાચા સુધારક ન બનાય, ત્યાં સુધી પિતાના કાર્યની સફળતાની આશા રાખવી એ આકાશથી પુષ્પ મેળવવાની આશા રાખવા બરાબર છે. હવે સાચે સુધારક તે છે કેજે પહેલાં સ્વયં સુધરે છે. પિતાના જીવનને પહેલાં સુધારવું, એ સુધારકના ક્ષેત્રનું પહેલું પગથીયું છે. અનીતિમય જીવન ગાળનાર, પિતાના–સાધુ કે ગૃહસ્થ–ધર્મથી દૂર થનાર સુધારક કદિ બની શકતા નથી. હૃદયની સાચી દાઝથી
૧૩૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat