SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારે. આમ એકે એક અંગનું બારિકાઈથી અવલોકન કરીયે તે ખરેખર સમજાય છે કે–પ્રત્યેક અંગમાં સુધારાની જરૂર છે. પ્રત્યેક અંગમાં પેઠે સડે દૂર કરવાની જરૂર છે. પ્રત્યેક અંગમાંથી ફૂડો-કચરે કાઢવાની જરૂર છે. પણ એ સુધારો કરે કોણ? એ સડે કાઠે કોણ? સુધારકસાચા સુધારકે જ એ કામ કરી શકે. અને અએવ સાચા સુધારકોની સમાજમાં આવશ્યકતા છે. સાચા વીરેની જરૂર છે, આત્મભેગીઓની જરૂર છે. બળવાખોરોની જરૂર છે, એક એક અંગને બારીકાઈથી તપાસનારા દીર્ઘ દૃષ્ટિઓની જરૂર છે. આ સુધારકે સાચા સુધારકે જોઈએ, પરંતુ સુધારક થવું એ કંઈ છોકરાઓના ખેલ નથી. સુધારક થવું, એટલે આદર્શ બનવું, સુધારક થવું એટલે ત્યાગની મૂર્તિ થવું. સુધારક બનવું એટલે બે ફિકર ફકીર થવું. જ્યાં સુધી સાચા સુધારક ન બનાય, ત્યાં સુધી પિતાના કાર્યની સફળતાની આશા રાખવી એ આકાશથી પુષ્પ મેળવવાની આશા રાખવા બરાબર છે. હવે સાચે સુધારક તે છે કેજે પહેલાં સ્વયં સુધરે છે. પિતાના જીવનને પહેલાં સુધારવું, એ સુધારકના ક્ષેત્રનું પહેલું પગથીયું છે. અનીતિમય જીવન ગાળનાર, પિતાના–સાધુ કે ગૃહસ્થ–ધર્મથી દૂર થનાર સુધારક કદિ બની શકતા નથી. હૃદયની સાચી દાઝથી ૧૩૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy