________________
સમયને ઓળખે.
રહ્યા છે. સારા પડી
એટલી બધી
વિમુખ થઈ ઈતર ધર્મોમાં ભળી રહી છે, સાધુઓમાં સડે પેઠે છે, વૈમનસ્ય વધ્યું છે, શિષ્યમની માત્રામાં એટલે બધો વધારે થયે છે કે એની આગળ ધર્મની નિંદા એ કંઈ ચીજ સમજવામાં આવતી નથી. સંગઠન અને વૈરાગ્યના અભાવે નવયુવક સાધુઓ સમુદાયથી અલગ પડી અનેક પ્રકારના અધર્મો ફેલાવી રહ્યા છે. સામાજિક કુરૂઢિઓ પણ એટલી બધી વધી પડી છે કે જેના પાપથી આખો સમાજ ડૂબી રહ્યો છે. કેળવાયેલ વર્ગ વાતે કરવામાં–બીજાનાં છિદ્રો જોવામાં–કાઢવામાં શૂરેપૂરો છે, પરન્તુ કરવું ધરવું કંઈ નથી. ગૃહસ્થોના પક્ષપાત, અને સાધુઓની ઈર્ષ્યાઓના કારણે આપણું સંસ્થાઓ પણ શિથિલતામાં આવી રહી છે. એક તરફથી આખા દેશમાં, બાળકે અને નવયુવકોમાં શારીરિક સમ્પત્તિઓ પ્રાપ્ત કરાવવા માટેનાં આજોલને ચાલી રહ્યાં છે, જ્યારે જેનસમાજના ધર્મગુરુઓ એમાંયે પાપ માની એને વિરોધ કરી રહ્યા છે. સાધ્વીઓની સંસ્થા, કે જે સંસ્થા, વ્યવસ્થિત રૂપે અને ઉપયોગિતાપૂર્વક કામ કરતી હોય, તો આખા સમાજની સ્થિતિ સુધારી શકે, તે સંસ્થા તે અત્યારે સાવ નિરૂપયેગી બલ્ક ભયંકર હાનિર્ધારૂપ હય, એવું કેટલાકના દિલમાં ભાસી રહ્યું છે. આપણું કેન્ફરન્સ જેવી સંસ્થા બંધ થવાના પ્રમાદે ચાલી રહી છે. મંદિરની મિલકત જૂઓ તે ટ્રસ્ટીઓના તાગડાધન્નાના કામમાં આવી રહી છે. ન તેના હીસાબે કે ન તેના ખીતાબ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com