________________
સમયને ઓળખે.
જરા શ્રમણાલ-ઉપાશ્રયમાં જાઓ. જુએ, એ ઉપાસરા ઉપાસરા છે કે અપાંસરા છે? શાન્ત મુખમુદ્રાવાળા મુનિરાજનાં દર્શન કરતાં જ તમારી ઈચ્છા ન હોય છતાં શિર ઝુકી પડે. “મહાનુભાવ” “દેવાણુપ્રિય” ઈત્યાદિ મધુર શબ્દથી અને ભલે શબ્દનું લાલિત્ય ન હોય, પરંતુ સીધા અને સરલ હદયના ઊંડાણમાંથી નીકળતી એ જ્ઞાનમિશ્રિત વાધારાથી તમારા હૃદયે ભીનાં બની જાય. પણ આના બદલે વિકરાળ મુખાકૃતિવાળા મહામુનિરાજને, શેરને પણ શરમાવી નાખે એવા ડોળા ફાડી ફાડીને તમારી હામે ગર્જના કરતા મહાત્માને, “બદમાસ” “દાંભિક,” “દુષ્ટ,” “નાસ્તિક,” “ધર્મભ્રષ્ટ,” અને એથીયે આગળ વધેલી સરસ્વતીનાં સુભાષિત સંભળાવતા જુઓ, તે તે અપાંસરાઓને પાંસરા–સાચા ઉપાશ્રય-શ્રમણાલય બનાવવાની જરૂર નથી શું?
આ તે ઉપાશ્રયને બાહ્ય દેખાવ. પરંતુ આંતરસ્થિતિ તપાસતાં તે મને એમ જણાય કે આ મુનિરાજ એટલે હેટી પેઢીના કારભારી. દિનભર ગૃહસ્થની સાથે જાહેરમાં કે ખાનગીમાં ગામગપડા ચાલી રહ્યા હોય, દક્ષાના ઉમેદવારને સંતાડવા, નસાડવા માટે નાનાપ્રકારના પ્રપંચે થઈ રહ્યા હોય, ખાનગી ગૃહસ્થા દ્વારા રૂપિયાની લેવડ–દેવડ થઈ રહી હોય, તેજી-મંદીના તમાસા ચાલી રહ્યા હોય, પુસ્તક, પડાં, પાતરાં, ઘા, દંડાસણે વિગેરે ઉપકરણોના પટારા ભરાઈ રહ્યા હોય, અને એવા પ્રકારની
૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com