________________
સમયને આળખા.
તેટલી સારી હાય, ગ્રાહ્ય હાય, આદરણીય હાય છતાં, કાઇ કોઇ વાતને! માણસને એવા દુરાગ્રહ પડી જાય છે કે જેના પ્રતાપે પેલું દીવા જેવું સત્ય સ્વીકારવા જેટલું પણ આદા થતુ નથી. જૈન સમાજની પરિસ્થિતિને ઊંડા અભ્યાસ કરનાર સહેજ સમજી શકે તેમ છે કે–સમાજને દિવસે દિવસે હ્રાસ થઇ રહ્યો છે, અનેક પ્રકારના નવા નવા કલેશે। ઉદ્દભવી રહ્યા છે, વીસમી સદી જેવા જાગતા જીવતા જમાનામાં પણ–ઉદાર જમાનામાં પણ જૈનધર્મ –જૈનસમાજ નિંદાઇ રહ્યો છે, એ આપણી ઉપર્યુક્ત મૂર્ખાઇના કારણે છે.
રૂઢીના પૂજારીએ શુ એ વાતને નથી સમજતા કે રૂઢી, એ તા સામાજિક પ્રથા છે? જ્યારે જ્યારે જેવી જેવી પ્રથાની જરૂરત પડે છે, ત્યારે ત્યારે સમાજ, પેાતાની અનુકૂળતાને માટે એક પ્રથા ખાંધી લે છે. વળી સમય જતાં એ પ્રથા ઘસાઈ જાય છે, ને નવી ઉત્પન્ન થાય છે. આ વસ્તુ સમજે છે, જરૂર સમજે છે, એટલુંજ નહિં, પરંતુ પાતે પણ કુદરતના એ નિયમને ખાધ્ય નિર'તર થતા જ આવે છે. પુરાણી રૂઢીઓ દૂર કરાવે છે, નવી રૂઢીઓ ઉત્પન્ન કરાવે છે, છતાં એમની દૃષ્ટિમાં આવી ગયેલા કાઇ સુધારક એમ કહે તે તેઓ કહેવાને તૈયાર થશે કે ખિલકુલ ખેાટી કે-“ વાત છે. જૂની રૂઢીના નાશ થઇ જ કેમ શકે. આજકાલના સુધારકા ધર્મના નાશ કરવા બેઠા છે. નાસ્તિકે છે, અધમી છે. એમની સાથે અસહકાર કરવા જોઇએ, ” ઇત્યાદિ ઇત્યાદિ.
""
૧૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com