________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा. રાજા-મહારાજાઓના ઠાઠ જોગવી રહ્યા છે. કરોડોની મિલકતે ધરાવી રહ્યા છે. મેટ અને ગાડીઓમાં મેજે કરી રહ્યા છે. રોજ “ બત્રીસ–ભજન અને તેત્રીસ શાક ” ની કહેવતોને ચરિતાર્થ કરી રહ્યા છે. આપસમાં ઘરકાઘુરકીઓ કરી રહ્યા છે. સ્ત્રીઓ અને પૈસા માટે. અને છતાં કહેરાવી રહ્યા છે કે–અમે સાધુ છીએ, અમે ગુરૂ છીએ, અમે ભિક્ષુક છીએ.
આવી સ્થિતિમાં નરી આંખે જોનારી જનતા એમ કહે કે “સાધુઓ દેશને ભારભૂત છે, મિક્ષુ મિક્ષ રાષ્ટ્ર જાનવનું પુજયતે” તે તેમાં નવાઈ જેવું શું છે ?
પરંતુ સમય પલટાણો છે. જમાનાએ એ શ્વાનવત્ દુર્ઘરાયમાન થનારા ભિક્ષુકો–સાધુઓ અને બ્રાહ્મણની પણ આંખો ઉઘાડી છે. જમાનાએ એમના કર્તવ્યનું ભાન કરાવવાની સાન એમને આપી છે. એ ભિક્ષુકે અને બ્રાહ્મણો ચેત્યા છે. અને પોતાની પ્રાચીન પદ્ધતિ, પોતાના રીત રિવાજો, પિતાની પ્રણાલિકાઓમાં ફેરફાર કરવા લાગ્યા છે, એટલું જ નહિં પરંતુ જે ભિક્ષુકો-સાધુઓ અને બ્રાહ્મણે-એક બીજાને જોઈ ઘુરકીયાં કરતા હતા, એક બીજાને તિરસ્કાર કરતા હતા, એક બીજાને રેટલે છીનવી લેવા પ્રયત્ન કરતા હતા, તેઓ એક બીજાની પાસે બેસવાની નોબત ઉપર આવ્યા છે. વિચારોની લેણ દેણ કરવા સુધીની પરિસ્થિતિએ પહોંચ્યા છે. એ આ જમાનાને પ્રભાવ નહિં તે બીજું શું છે ?
૧૨૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat