________________
સમયને ઓળખો.
જેમના માટે બાર પૂરબીયા ને તેર ચકાની કહેવત પ્રચલિત છે, જેઓ કેવળ એક બે કે ત્રણ તિલક અથવા આડા કે ઉભા તિલકના નિમિત્તે એક બીજાની હામે ઘુરકીયા કર્યા વિના રહેતા નથી, જેઓ “સીતારામ” અને “રાધેકૃષ્ણ ના શબ્દો માત્રમાં ગંગાના તીરે ગજબના યુદ્ધો કરે છે, તે બ્રાહ્મણે પણ પિતાના ધર્મની રક્ષા માટે એકત્ર થયા. અગીચાર દિવસ ભેગા બેસી ચિક્કસ પ્રને ઉપર વિચાર કર્યા અને જગને બતાવી આપ્યું કે ત્રાહ્મણો ગ્રાહ્ય વ અથવા મિક્ષુ મિક્ષ કૂવા નવત્ પુર્ધરાતે એ પુરાણી કહેવત ઉપર હવે હડતાલ મારે. એ કહેવતને ભૂલી જાઓ. ભિન્નભિન્ન ઉપાસના કરવા છતાં, ભિન્નભિન્ન પ્રકારનાં તિલક કરવા છતાં, ભિન્નભિન્ન કિયાઓ કરવા છતાં હિંદુ તરીકે– હિંદુધર્મના અનુયાયી તરીકે અમે બધાં એક છીએ, અને એ ધર્મની રક્ષા માટે ગમે ત્યારે પણ અમે ભેગા મળીને વિચાર કરી શકીયે છીએ.
હવે આવો જૈન ભિક્ષુકે તરફ. એ તે હું પહેલાં જ બતાવી ચૂક્યો છું કે બ્રાહ્મણે એ જેમ નામનાજ બ્રાહ્મણે છે. તેમ હિંદુ ભિક્ષુકે–સાધુઓ પણ નામના જ સાધુઓ છે. ઘણે ભાગે ગૃહસ્થનાં આચરણે તેઓમાં છે, છતાં તેઓ સાધુ-ગુરૂ ગણાય છે. અને લાખો હિંદુઓ તેમને માને છે –પૂજે છે. જ્યારે જૈન સાધુઓ–જેન ભિક્ષુકે તે સાચા ભિક્ષુકે છે. હું વખતો વખત કહેતો આવ્યો છું તેમ, આજે
૧૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com