________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा. ન કેવળ બ્રાહ્મણેજ, પરંતુ શુદ્ધિ, વિધવા વિવાહ, અને અછુતોદ્ધાર વિગેરે અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા માટે જુદી જુદી પઠેના અધિપતિ શંકરાચાર્યો, વલ્લભસંપ્રદાયના વલ્લભાચાર્ય શ્રીનાથજી મહારાજ, ગોકુલનાથજી મહારાજ, રામાનુજ સંપ્રદાયના કીમઠાધીશ્વર પ્રતિવાદી ભયકર શ્રી અનંતાચાર્યજી, આમ જુદા જુદા સમ્પ્રદાયના જુદા જુદા આચાર્યો એકત્રિત થયા હતા. તે ઉપરાન્ત બ્રાહ્મણ સમ્પ્રદાયના જુદા જુદા નેતાઓએ પણ આસપાસના સમસ્ત મતભેદોને બાજુએ મૂકી ઉત્સાહથી ભાગ લીધો હતો અને તે બધાઓના સિરમોર તરીકે કાશીનરેશ, અને દરભંગાનરેશે પણ ભાગ લઈ આ સમેલનને સર્વતોભાવે સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો.
બ્રાહ્મણોના આ સમેલને કયા કયા ઠરાવ કર્યો, અને તેનો અમલ કયાં સુધી થશે, તે સંબંધી માટે અહિં કંઈ પણ કહેવાનું નથી. માત્ર હું તે એટલું જ બતાવવા ઈચ્છું છું કે જે ધર્માચા માલદાર છે, પૈસે ટકે રાખે છે, મોટરે અને ટ્રેનમાં બેસે છે, અને પોતપોતાની ગાદીઓના આધિપત્યને જોગવતાં બીજાઓને પોતાથી નીચા પદના સમજે છે, તે ધર્માચાર્યો-ભિક્ષુકે પણ પોતાના સેંકડો મતભેદેને ભૂલી એકત્ર થયા. હિંદુધર્મની રક્ષાના અગત્યના પ્રશ્નને માટે વિચારેની લેણદેણ કરવા એકત્રિત થયા. આસનની ઉંચનીચની તુછ ભાવનાને દેશવટે દઈ સાથે બેઠા. તે બ્રાહ્મણે,
૧૨૩. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat