________________
સમયને આળખા.
વિલંબ કરી રહ્યા છે? મ્હાટા મ્હોટા સિહાસના ઉપર એસી • અડેજાએ મહેરબાન' ની નેકી પેાકરાવાળાતા આસનાની ઉંચાઇ–નીચાઈનું મમત્વ મૂકી એક બીજાને સાથે મળે અને વિચારેાની લેન ક્રેન કરે, ત્યારે સવા હાથના કાંબળીના ટુકડા ઉપર બેસી જમીન ઉપર ત્યાગવૃત્તિના પાઠ શીખવનારા ત્યાગીઓ, એ રાગીઓ કરતાં પણ વધારે મમત્વમાં મુંઝાય, એના જેવી કમનસીખી ત્રીજી કઇ હાઇ શકે ?
આજે આખાયે જૈન સમાજ સમક્ષ કેટલા અગત્યના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એ કાઇથી અજાણ્યા છે શું ? ભાઈ મહાસુખભાઇ ચુનીલાલે પ્રામાણિક આંકડાઓથી બતાવી આપ્યુ છે તેમ, પ્રત્યેક વર્ષમાં આઠ આઠ હજાર જૈનધર્મ પાળનારાએ ઘટતાજ રહ્યા છે. ન કેવળ છેલ્લાં પાંચ દસ વર્ષમાંજ ઘટ્યા છે, પરન્તુ છેલ્લા ત્રણસેા વર્ષના ઇતિહાસ તપાસતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે–ત્રણસો વર્ષથી આઠ આઠ હજારની સંખ્યા પ્રતિવર્ષ ઘટતાં ઘટતાં આજે સાડા અગિચાર લાખ જેટલી સંખ્યા રહી છે. આ ઘટતીનાં સાચાં કારણેા શેાધી, એ ઘટતી અટકાવવાના અને જૈન ધર્મીઓની સંખ્યા વધારવાના ચાંપતા ઈલાજો લેવાની આવશ્યક્તા શું નથી ? શું જૈન સાધુએ કે જેઓ મહાવીરના વડા પુત્રા હેાવાના દાવા કરી મહાવીરને નામે પેાતાની એકલાખેલા ખેલાવી રહ્યા છે, એમણે એકત્રિત મળીને આ પ્રશ્ન વિચારવા જરૂરને નથી ? આવી જ રીતે જૈન સમાજના યુવકેામાંથી દિવસે દિવસે ધાર્મિક
૧૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com