________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा.
ભાવના શા માટે ઘટી રહી છે? જૈન સમાજમાં કેવી કેળવણીના પ્રચાર કરવા આવશ્યક છે ? જૈન સમાજના યુવકોમાં શારીરિક બળ કેળવવા માટે શાં શાં પગવાં લેવાં જરૂરનાં છે? જે જાતિભેદ અને વાડાઓના કારણે જૈનધર્મ પાળનારાએ પણ દૂર થઇ રહ્યા છે, તે કયાં સુધી ઉચિત છે ? જૈન સમાજમાં વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે, તેનું મૂળ કારણ શું ? અને તે અટકાવવા સમાજે શું કરવુ જોઇએ? જૈન તીર્થો ઉપર દિવસે દિવસે ધાડા પડતી જ રહી છે, અને કેટલાંક તીર્થો તા અત્યારે ઝાડાનાં પ્રધાન સ્થાન અની રહ્યાં છે, એ તીર્થોની રક્ષા માટે શું કરવું આવશ્યક છે ? જૈન સમાજમાં એકારી વધતી રહી છે, ગરીબાઇ વધી રહી છે, અને એ ગરીબાઇના કારણે ધર્મને! ત્યાગ આદિ અનેક અનિષ્ટ પિરણામેા આવે છે, તે એને માટે શું કરવું જોઇએ ? અજૈન વર્ગમાંથી જૈનધર્મ માં આવનારાઓ માટે કેટલી છૂટ અપાવી જોઇએ ?
આ બધા પ્રશ્નો શું એછા અગત્યના છે ? શું જૈન સાધુએ કે જેએ સમાજના તારણહાર છે, તેઓએ આ પ્રશ્ના વિચારવા જરૂરના નથી ? પરન્તુ આવા અગત્યના પ્રશ્નોના વિચાર, જ્યાં સુધી સાધુએ એકત્રિત મળી ન કરે, ત્યાં સુન્ની તેના સફ્ળમાર્ગ કદિ લઈ શકાય જ નહિ. અત્યારે તા કેાઈ સાધુ એક પ્રશ્ન માટે કઇ વિચાર કરે છે તે બીજો સાધુ તે વિચારાની હામે થાય છે, અને તેને તેાડ
૧૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com