________________
સમયને ઓળખા.
નિવૃત્ત છે, તેમ જે દાન લેવામાં બિલકુલ સંકુચિત હાથવાળા છે, તે બ્રાહ્મણેા તારવાને સમર્થ છે.
શ્રુતિયા અને સ્મૃતિયા તે બ્રાહ્મણેાનાં આ લક્ષણ અને આ કાર્યો ખતાવે, જ્યારે બન્યુ તેથી ઉલટું જ.
દાન લેવું—ભિક્ષાવૃત્તિ કરવી, એ તેા બ્રાહ્મણેાનુ પ્રધાન કાર્ય બન્યું. છેવટે એમાં સફળતા ન મળી, અને પાસે વિદ્યા નહિં, એટલે હલકામાં હલકા ધધા પણ બ્રાહ્મણેા કરવા લાગ્યા.
બીજો વર્ગ ભિક્ષુક તરીકે સાધુએનો છે. હિંદુ કે જૈન, ધ કે માહમીદન—તમામ જાતના સાધુએ ભિક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરે છે. આવા ભિક્ષુકાની સંખ્યા વસ્તીની ગણતરી પ્રમાણે ૫૬ લાખથી વધીને ૭૨ લાખની થઇ છે. ત્રીસ કરોડ મનુષ્યા ઉપર છર લાખ સાધુએ ગુરૂ હાવાના દાવા કરે છે. ગુરૂ એટલે સમાજના તારણહાર, ગુરૂ એટલે ગૃહસ્થાને એમના ધર્મનું ભાન કરાવનાર ઉપદેશક, ગુરૂ એટલે ત્યાગની મૂત્તિ, ગુરૂ એટલે નિસ્પૃહતાનેા નમૂના. આવા ત્યાગી—–નિ:સ્પૃહ વર્ગ જનતા પર કેટલેા બધા ઉપકાર કરી શકે. પરન્તુ આખા દેશમાં જ્યાં આ ત્યાં એજ ધ્વનિ સંભળાઇ રહ્યો છે કે સાધુએ–ભિક્ષુકા ભારતનું અન્ન હેરામ કરી રહ્યા છે. આમ એક સરખા પેાકાર ઉઠવામાં કંઈક કારણ જરૂર હશે. જરા જૂએ અયેાધ્યા, બનારસ, ગયા વિગેરે સ્થાનાને. એજ ત્યાગી અને નિ:સ્પૃહ, એજ ઉપદેશક અને તારણહાર સાધુએ હાથીયા, ઘેાડા, મહેલેા, મકાનાતા વિગેરે
૧૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com