________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा. આપણે લાંબા સમયને ભૂલી જઈએ તો પણ, આપણું હામેથીજ એ સમય જરૂર પસાર થયા છે અને કઈ કેઈ સ્થળે હજુ પણ પસાર થઈ રહ્યો છે, કે જેમાં આપણે ઉપરની કહેવતની ઝાંખી કરી રહ્યા હતા, અથવા કરી રહ્યા છીએ.
ભારતવર્ષમાં ભિક્ષુક તરીકે આપણે બે વર્ગને લઈ શકીએ. બ્રાહ્મણે અને સાધુઓ, બ્રાહ્મણ, કે જે ચાર વર્ણમાં સર્વોત્કૃષ્ટ વર્ણ–પ્રથમ નંબરને વર્ણ કહેવાય છે, એને માટે, એમની વરતણુંકને અનુરૂપ અનેક કહેવતો અને અનેક કથાઓ પ્રચલિત થઈ ગઈ છે, એ કેઈથી અજાણ નથી. આમ થવાનું કારણ એ જ કે, બ્રાહ્મણ, કે જેનું કાર્ય, કેવળ પઠન-પઠનાદિ હતું, અને જેઓ વેદ-વેદાદિના અધ્યયપૂર્વક લોકોને સન્માર્ગ ઉપર લાવતા હતા, તેઓએ પિતાનું કાર્ય છેડી દીધું અને નહિં કરવાનાં કામ કરવા લાગ્યા. બ્રાહ્મણ કે જેઓને માટે કહેવામાં આવ્યું છે – ये शान्तदान्ताः श्रुतिपूर्णकर्णा
जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः। प्रतिग्रहे संकुचिताग्रहस्ता
स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ જેઓ શાન્ત, દાન્ત, અને શાસ્ત્રોથી પૂર્ણ કાનવાળા છે, જિતેન્દ્રિય છે અને પ્રાણિઓના વધથી–જીવ હિંસાથી
૧૧૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat