________________
સમયને ઓળખો.
આ સંબંધી વિશેષ હકીકત પ્રાચીન ગ્રંથમાંથી ન મળે તે આપણે તે સંબધી ખાસ એજના ઉભી કરવી જોઈએ. સમયાનુકૂળ નિયમે બનાવવામાં કંઈપણ બાધકતા નડતી નથી. પરંતુ ગમે તે રીતે પણ આવો એક વર્ગ ઉભું કરે, અને તેઓને પ્રચાર કાર્ય માટે નિયુક્ત કરવા જોઈએ.
આવા વર્ગને માટે જે પેજના બતાવવામાં આવે, એમાં મુખ્ય પાંચ બાબતેને સમાવેશ કરવાનું રહે છે ૧ સિદ્ધપુત્રોને વેષ, ૨ સિદ્ધપુત્રોના આચાર-નિયમે, ૩ સિદ્ધપુત્રોને ગ્રહણ કરવાના વ્રતો, ૪ “સિદ્ધપુત્ર” તરીકે દીક્ષિત થનારાઓની ચેગ્યતા અને ૫ સિદ્ધપુત્રને કરવાનું કાર્ય.
આ પાંચ બાબતો મુખ્ય છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ સિદ્ધપુત્રને વેષ. સાધુના અને ગૃહસ્થના વેષથી નિરાળે હોવો જોઈએ. બલ્ક આપણા પ્રાચીન સંસ્કાર સંયુક્ત હોવા જોઈએ. એવી જ રીતે આચાર–નિયમે, તે વિગેરેમાં વચલો માર્ગ જ પસંદ કરવામાં આવે. જેથી તેઓ વધારે સંકેચમાં–બંધનમાં ન રહે, તેમ વધારે નીચી દશામાં પણ ન આવી રહે. દાખલા તરીકે આ પાંચે બાબતોની રૂપરેખા આ પ્રમાણે અથવા એમાં થોડાક ફેરફાર સાથે રાખી શકાય. ૧ વેષ–
૧ ખુલ્લુ મસ્તક રાખવું અને માથે શિખા રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com