________________
અહિંસાનું અણું.
શકયા, ત્યારે તેને પીચકારી આપી. હવે દુ:ખને ન જોઇ શકવું એ પણ સ્વાર્થ નહિ. તેા ખીજું શું છે? તેમ છતાં આપણું, ખીજું ઉદાહરણ લઇએ, કે જેમાં એકાન્ત પરેશપકાર બુદ્ધિજ છે.
યજ્ઞાદિ ક્રિયા પ્રસંગે પશુવધ કરવામાં આવે તેમાં તે કેવળ પશુવધ કરનાર–કરાવનારની એકજ દૃષ્ટિ-એકજ અભિપ્રાય હાય છે કે, તે યજ્ઞ કરનાર અને પશુને સ્વર્ગ માં પહાંચાડવાં. પરિણામ પ્રમાણે હિંસા–અહિંસાનું ફળ મળે છે, એમ કહેવામાં આવે તે યજ્ઞાદિમાં પશુવધ કરનારાઓને હિંસાજન્મ પાપ નજ લાગવું જોઇએ, બલ્કે આવી હિંસા કરનારાઓ તા કહે છે કે–અમે ર્હિંસા નથી કરતા, બલ્કે ધર્મનું પાલન કરીએ છીએ. ત્યારે આવાઆને ગાંધીજી શે! જવાખ આપશે ? અને જો આમાં પાપ ન લાગતું હાય, હિંસા ન થતી હાય તેા પછી ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે તે અશ્વમેધ, નરમેધ ગામેધ વિગેરે કરવામાં પણ શી હરક્ત છે ! બસ, મનના પરિણામ સારા હૈાવા જોઇએ. એ જીવાને સ્વર્ગમાં પહોંચાડવાના પરિણામ હૈાય તે ખસ છે.
અને જો આ સિદ્ધાન્ત સત્ય જ સમજવામાં આવે તે તા પછી કાલે કોઈ માણસ, એક બીજા માણસનુ ખુન કરે, અને પછી કહેશે કે તે માણસ બહુ દુષ્ટ હતા, ઘણા જીવાને તકલીફ્ આપતા હતા ત્રાસ આપતા હતા, આ માણસને મારીને મે હજારા જીવાને ત્રાસથી બચાવ્યા છે. મારે
૧૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com