________________
અહિંસાનું અજીર્ણ. અને તેથી તેઓને હિંસાજન્ય પાપ અવશ્ય લાગ્યું કહી શકાય. હા, ગાંધીજી “પરિણામે બંધ” કે “મારો ઈરાદે સુખ દેવાને હતો ” એવું તે ત્યારે કહી શકે અને એને આશ્રય ત્યારે લઈ શકે કે–ગાંધીજી વાછરડાની પૂબ સેવા શુશ્રુષા કરી રહ્યા હોય, અને એને જીવાડવા માટેના ઉપચારો –દવાઓ વિગેરે કરી રહ્યા હોય, પરંતુ અકસ્માત વાછરડે મરી જાય, અને એ દવાનું ઉલટું પરિણામ આવ્યું હોય તે વખતે તે કહી શકે કે “મારે ઈરાદે મારવાને નહિં હતો. ” એક સદ્ધ બીમાર માણસને બચાવવાને માટે ડાકટર ઓપરેશન કરી રહ્યા છે. બનવા જોગે એજ ઓપરેશનમાં તે માણસ મરી ગયે. ડાકટર જરૂર કહી શકે કે-શું કરું ? હું તો સારાને માટે આપરેશન કરી રહ્યો હતો, પરંતુ એનું આયુષ્ય નહિં ત્યાં હું શું કરું મારે મારવાને અભિપ્રાય નહિં હતો. એક માણસ પોતાના મિત્રને ત્યાં ગયો છે. પોતાના મિત્રના ન્હાના બાળકને તે હર્ષથી રમાડી રહ્યો છે. અકસ્માત્ છોક હાથમાંથી પડી ગયો અને મરી ગયે. તે વખતે તે કહી શકે કે–શું કરું, હું રમાડતો હતો ને અકસ્માત્ પડી ગયે ને મરી ગયે. મારા મારવાના પરિણામ નહિં હતા. (જે કે અહિં રમાડવામાં વધારે ઉપયોગ નહિં રાખે, એટલે પ્રમાદ જરૂર ગણાય અને એટલા પ્રમાદ પુરતુ પ્રાયશ્ચિત્ત કહેવાય, પરંતુ મનુષ્યનું ખુન કયોનું તે પાપ ન જ લાગે.) જૈન સાધુઓ આહાર વિહારાદિ કરે છે,
૧૧૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat