________________
અહિંસાનું અજીર્ણ. કાલે બીજા પ્રસંગે–પિતાના જ પ્રસંગે તેમ કરવાનો પાઠ શીખવીએ છીએ. અહિંસાના કહેવાતા આદર્શ (!) ની અહિંસામાં તે આવી આવી કેટલીએ ખૂબીઓ રહેલી હશે, એને સામાન્ય જનતા શું સમજી શકે ? અસ્તુ. - આ તે એક પ્રસંગેપાર કથન થયું. આજે મારે ખાસ જે કહેવાનું છે તે આ છે.
ગાંધીજી પિતાની લગભગ બધી દલીલેમાં નાકામયાબ નીવડ્યા છે, એમ હવે દીવા જેવું દેખાયું છે. હવે તેમની એક દલીલ ઉપર ખાસ વધારે વિચાર કરવાનું રહે છે.
ગાંધીજીના કથનમાંથી એક ભાવાર્થ એ નીકળે છે કે – “ વાછરડાને મારવામાં મારા પરિણામ હિંસા કરવાના નહિં હતા, માટે મને હિંસાનું પાપ ન લાગે.”
આ યુક્તિ ખાસ વિચારવા જેવી છે. ગાંધીજી આ યુક્તિના સમર્થનમાં કહી શકે કે–“મનવ મનુષ્ય #RM ધોયો:” બન્ધ અને મોક્ષનું કારણ મન છે અથાત્ પ્રત્યેક ક્રિયામાં મનુષ્ય જેવા જેવા મન:પરિણામ રાખે છે, તેવા તેવા પ્રકારે તેને કર્મબંધન થાય છે. જેના પરિભાષામાં કહીએ તે રામે વંઘ અર્થાત્ જેવા પરિણામ, તેવા પ્રકારને બંધ છે. અર્થાત ગાંધીજીના ભાવને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગાંધીજીના કથન પ્રમાણે એમના પરિણામ મારવાના નહિં હતા, પરંતુ તેને સુખી કરવાના હતા અથવા
૧૦૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat