________________
સમયને ઓળખે. અભિપ્રાય આ માણસની હિંસા કરવાને નહિં હતું, હજારો જીવોને ત્રાસથી બચાવવાનો હતો. એક કસાઈ રોજ સેંકડે જીવોની હિંસા કરે છે, એક માણસને એ જીવેને મરતાં દેખી અત્યન્ત દયા આવી. ખરેખર દયા આવી અને તેણે પેલા કસાઈને ઠાર કર્યો. શું તે માણસને કસાઈના વધનું પાપ નહિં લાગે? ગાંધીજીના હિસાબે તો નજ લાગવું જોઈએ. એક વેશ્યા સેંકડે નવયુવકેના જીવનને–ચારિત્રને પાયમાલ કરી રહી છે. એક માણસને વિચાર ઉઠ્યો કે આ એક દુષ્ટાના કારણે સેંકડે યુવકો પોતાનાં જીવને નષ્ટ કરી રહ્યા છે. એમ ધારી એ વેશ્યાને ઠેકાણે કરી નાંખી. તેના પરિણામ વેશ્યાને મારવાના નહિં હતા, પરંતુ પેલા યુવકોનાં નષ્ટ થતાં જીવનેને બચાવવાના હતા, તે શું આ વેશ્યાને મારવાનું પાતક એ મારનારને ન લાગે ! ગામમાં ફરતા એક દુષ્ટ રેગીને જોઈને કોઈ વિચારે કે આ કઢીયો ગામમાં ફરે છે અને હજારો લોકોને ચેપ લગાડશે, એમ ધારી એને મારી નાખે, એને પણ પાપ તે નજ લાગવું જોઈએ.
આવાં સેંકડો ઉદાહરણે આપી શકાય તેમ છે. કેઈ પણ જીવને મારતી વખતે મનના પરિણામ ગમે તે હોય, પરન્તુ ગાંધીજીએ સમજી રાખવું જોઈએ છે કે જે હિંસા છે તે હિંસાજ છે. જે વખતે હિંસા થાય છે, તે કષાયજન્ય થાય છે. ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ
૧૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com