________________
સમયને ઓળખે. દુ:ખથી મુક્ત કરવાના હતા, માટે તેમને હિંસાજન્ય પાપ ન લાગવું જોઈએ. આ ગાંધીજીને પૂર્વપક્ષ.
આ વાત ઉપર સ્થિર ચિત્તથી વિચાર કર જોઈએ છે.
સંસારમાં જેટલી જેટલી હિંસાઓ પ્રવતી રહી છે, એ બધીમાં જે જોવા જઈએ તો કઈ પણ હિંસામાં “હિંસા” નો અભિપ્રાય ભાગ્યે જ કોઈમાંથી નીકળશે. અર્થાત્ જેટલા હિંસા કરનારા છે, તે બધાને આંતરિક ઈરાદો તે બીજે જ કંઈ હોય છે. દાખલા તરીકે–
કસાઈઓ પશુહિંસા કરે છે, તેઓ એમ ધારીને કરે છે કે અમે પશુઓને મારી ગેસ્ત ઉત્પન્ન કરીએ, અને ગત ખાવાવાળાઓને પૂરૂ પાડીએ. તેઓનું કામ થશે અને ભેગે ભેગે અમારે પણ રેટ નીકળશે.
ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે તે આ લોકોને પણ હિંસાનું પાપ ન લાગવું જોઈએ? ગાંધીજી આમ માનવાને તૈયાર છે ખરા?
કદાચ ગાંધીજી આમાં સ્વાર્થબુદ્ધિ બતાવે એટલે કે કસાઈ લોકોને પેટ ભરવાને આમાં સ્વાર્થ રહેલે છે, માટે વાછરડાની સાથે તે ન ઘટી શકે. પરંતુ વાછરડામાં પણ ગાંધીજીને સ્વાર્થ સધાતો હતો, એ વાત ગાંધીજી કેમ ભૂલી જાય છે? વાછરડાનું દુઃખ જ્યાં સુધી જોઈ શક્યા, ત્યાં સુધી તેને બચાવી રાખે પરંતુ જ્યારે તેનું દુ:ખ ન જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com