________________
સમયને ઓળખો.
યુક્તિઓને જવાબ ગાંધીજી વાળી શકયા છે. એમણે જે જવાબ વાળ્યા છે, એના પ્રત્યુત્તરે પણ નીકળી ચૂક્યા છે, એ બધું તપાસતાં હવે જનતાને એ સમજવા જેવું નથી રહ્યું કે ગાંધીજીએ, આ પ્રકરણમાં કેવળ જીદનું–આગ્રહનું જ શરણું લીધું છે કે જેમ કરવું ગાંધીજી જેવા આજાદીના ઉપાસકને જરાયે શોભાસ્પદ ન કહેવાય.
આ દરમીયાન, અમદાવાદમાં એક ઔર નાટક ભજવાઈ ગયું; એણે તે ગાંધીજીની અને ગાંધીજીના ભક્તોની મનોદશાનું એક સુંદર ચિત્ર ખડું કર્યું.
આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ, ગાંધીજી એટલે આ વીસમી સદીના વિચારસ્વાતંત્ર્યના સાચા પૂજારી. એક અદનામાં અદનો માણસ પણ પોતાના વિચાર જાહેર કરવાને અધિકારી છે, એ તે ગાંધીજીની ઉદઘોષણા. ગાંધીજી પોતાના શિષ્યોને તે જરૂર જ આ તાલીમ આપે છે, એમ કહેવાય છે. પરંતુ ગાંધીજીના ઉપર્યુક્ત “અહિંસા સંબંધી વિચારોની વિરૂદ્ધમાં અમદાવાદમાં જે સભા કવિવર ન્હાનાલાલભાઈના પ્રમુખપણ નીચે ભરાઈ, અને તે પ્રસંગે ગાંધીજીના ચેલાચાપટેએ જે ધાંધલ મચાવ્યું–કવિવરને નહિં સાંભળવા માટે સભામાં જે ભંગાણું કર્યું, એ ગાંધીજી અને એમના ભક્તોની મનોદશા જાણવા માટે શું ઓછું ઉપયોગી છે? ગાંધીજીના ચેલાઓ તે વખતે ભૂલી ગયા લાગે છે કે, આ અમે વિદ્ધ નાખતા નથી, પરંતુ
૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com