________________
સમયને ઓળખે. માણસ રેકી તે ઉપદ્રવ શાન્ત કરી શકે છે અને તેમ છતાં જે ગાંધીજીને છેવટને જ ઉપાય લેવાની નોબત આવે તે તે છેલ્લે ઉપાય વાંદરાઓને મારવાને નહિં, પરન્તુ પિતાની તે ખેતીની ભૂમિને ત્યાગ કરવાને છે. જંગલમાં આનંદ કરી રહેલાં નિર્દોષ પ્રાણુઓને સંહાર કરે, એના કરતાં હું તે કહું કે-કદાચ લાખની ઈમારતોને પણ ત્યાગ કરવાને પ્રસંગ આવે તોયે શું ખોટું છે? એ બિચારા નિર્દોષ પ્રાણિઓને માટે એટલે પણ ભેગ આપ શું ગાંધીજી જેવાને માટે અશકય છે ?
અને જે મનુષ્યને માટે પણ તે વાંદરા ઉપદ્રવક્ત થતાં હોય તે છેવટ તે સ્થાનને પણ થોડી ઘણી મુદતને માટે ત્યાગ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. પણ તે બધું ત્યારેજ બની શકશે, જે વાંદરાઓને બચાવવાની દષ્ટિ હશે.
આશા છે કે ગાંધીજી ઉપરની બાબતનો પૂર્ણ વિચાર કરશે, અને પોતે માનેલા “અહિંસાત્મક ધર્મમાં જે હિંસાનું તત્વ છે એને દૂર કરી શુદ્ધ અહિંસાધર્મનું પાલન કરવા માટે પ્રયત્ન કરશે.
૧૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com