________________
અહિંસાનું અજીર્ણ. ગાંધીજી આવા દુ:ખી પ્રાણીઓને પ્રાણમુક્ત કરવામાં જે ધર્મ માની રહ્યા છે, તે ન કેવળ પશુપક્ષિઓને માટે જ. તેઓ તો મનુષ્ય માત્રને કે જેઓ અસાધ્ય રોગોથી પીડાઈ રહ્યા છે, અને જેમને કદાચ ડોકટરોએ એવી સલાહ આપી હોય, કે હવે આ સાજો નહિં થાય, એ બધાએને યમરાજના અતિથિ બનાવવામાં ધર્મ પ્રરૂપી રહ્યા છે.
“અહિંસા” ના અજીર્ણની પરાકાષ્ટા આવી પહોંચી. આ ઉત્કૃષ્ટ (!) ધર્મની સ્લામે દલીલોની જરૂર છે શું? ભારતવર્ષ અને યુરોપના દેશમાં હજારે કે લાખની સંખ્યામાં રક્તપીત, કુષ્ટ અને રાજ્યમા રેગથી લેકે પીડાઈ રહ્યા છે, કે જેઓને સાજા થવાની આશા બિલકુલ રાખવામાં આવતી જ નથી, કેટલાક માથાના દર્દીને પણ એવા રેગીઓ હશે કે જે વર્ષો સુધી દવાઓ કરીને થાક્યા હશે અને પિતાને રેગ મટવાની આશા છોડી બેઠા હશે, કેટલાક વાયુના ગેળાના પણ એવા રોગીઓ હશે કે જેઓ રાતદિવસ એનાથી પીડાઈ રહ્યા હશે, અને કદાચ રેગથી કંટાળી બેલી પણ નાખતા હશે કે અરેરે, હવે તે છુટું તો સારું. આ બધાઓને એક ઝપાટે નાશ, એજ ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે ઉત્કૃષ્ટ ધર્મ રહેલો છે. ન કરે નારાયણું, અને ભારતવર્ષના સદ્ભાગ્યે કે દુભાગ્યે જે ભારતવર્ષને સ્વરાજ્ય પ્રાપ્ત થાય, અને કદાચિત પહેલે જ ઝપાટે ગાંધીજી જ ભારતના વિધાતા–નાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com