________________
સમયને ઓળખો.
બીમારી વખતે દવા અને ઓપરેશન વિગેરેથી આરામ કરવા બદલ ડાકટરે અને એમના મિત્રોએ અધર્મ પ્રાપ્ત ક્ય છે, એમ માનવાને ગાંધીજી તેયાર છે શું?
ગાંધીજી પિતે કહે છે તેમ–એક ભાઈએ એવી દલીલ ગાંધીજી આગળ કરી કે “જેને પ્રાણ આપવાની શક્તિ નથી તે બીજાના પ્રાણ હશું શકે નહિ.” આ દલીલને ગાંધીજી અસ્થાને બતાવે છે. અને એનું સ્થાન સ્વાર્થભાવનાથી બીજાના પ્રાણ હણવાને પ્રસંગ હોય, તે બતાવે છે.
પરન્તુ આપણે સહજ વિચારી શકીએ તેમ છીએ કે ગાંધીજીએ એ રીબાતા વાછરડાને મારવામાં ધર્મ છે, એમ માની એને પ્રાણહિન કર્યો, એ જ “સ્વાર્થભાવના” છે. સ્વાર્થભાવના વિના કયું કાર્ય મનુષ્ય કરે છે? પુણ્ય મેળવવાની ઈચ્છા, ધર્મપ્રાપ્તિની ઈચ્છા, કેઈનું દુઃખ પોતાથી નથી જોવાતું, માટે તેને મારી નાંખી અલગ કરવું, એ બધી સ્વાર્થભાવનાઓ નહિં તે બીજુ શું છે? આપણે પૂછીએ કે ગાંધીજીએ વાછરડાને પ્રાણથી મુક્ત કર્યો, એ શું પરમાર્થભાવનાથી કર્યો છે? શું એ વાછરડે તમારી પાસે યાચના કરી રહ્યો હતે કેમને પ્રાણથી મુક્ત કરે? એ વાછરડાની યાચના તે દૂર રહી, એની ભાવના-ઈચ્છા જાણવાનું પણ તમારી પાસે જ્ઞાન નહિં હતું તે પછી આવી અવસ્થામાં તમે પરમાર્થ કર્યો છે એ કહી જ કેમ શકાય ?
૯૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com