________________
સમયને ઓળખો.
પ્રસંગ મળે છે. બસ, આ જ વિચારથી ગાંધીજીની “પાવકની જવાળા' ઉપર વિચાર કરવાને આ પ્રસંગ લઉં છું.
પાવકની જ્વાળા” નો પ્રસંગ શા ઉપરથી ઉત્પન્ન થયે, એ વસ્તુ હવે કેઈથી છાની નથી રહી. ગાંધીજીના આશ્રમનો એક વાછરડે દુ:ખથી રીબાતો હતો. ગાંધીજીના પિતાના શબ્દોમાં કહીએ તો “તેને (વાછરડાને) પડખું ફેરવતાં યે દુઃખ થતું હતુ.” ગાંધીજી આ દુઃખને ન જોઈ શકયા અને આશ્રમના બીજા કેટલાકની સલાહ લઈ, એ સલાહમાં વાછરડાને નહિં મારી નાખવાની પ્રબળ યુક્તિ પૂર્વ કની દલીલ રજુ કરવા છતાં,ઝેરની પીચકારીથી એને ઠાર.
બસ, આ મૂળ વસ્તુ છે. તેઓ જણાવે છે કે “આવી સ્થિતિમાં આ વાછરડાને પ્રાણ લે એ ધર્મ છે, એમ મને લાગ્યું.”
આપણે આના ઉત્તરમાં માત્ર એટલું જ પૂછી શકીએ કે કઈ પણ પ્રાણિની ઈચ્છા વિરૂદ્ધ એના શરીર ઉપર વિના કારણે પ્રહાર કરે એ શું ધર્મ કહી શકાય ? મનુષ્ય જેવી જાતિ કે જે બેલી શકે છે, પોતાનું દુઃખ, પિતાની ઈચ્છાઓ બીજાઓ આગળ નિવેદન કરી શકે છે, એના ઉપર પણ, એની ઈચ્છા વિરૂદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ કરવી એ અનુચિત છે, ગુન્હો છે, ત્યારે પશુ જેવું એક અવાચક પ્રાણિ, તે પણ બિમાર, એના ઉપર એની ઈચ્છા વિરૂદ્ધ પ્રહાર કરે, અરે ! એના પ્રાણ લેવા, એ શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com