________________
અહિંસાનું અજીર્ણ. પણ નથી, પરંતુ એથી એ સિદ્ધાન્ત ન બની શકે કે ગમે તે માણસ ગમે તેને ગમે તે કારણે મૃત્યુદંડ આપી શકે? માણસે પિતે કેમ વર્તવું, એ પિતાની મુનસફી ઉપર આધાર રાખે છે, પરંતુ બીજે માણસ પેલાની દુખિત અવસ્થામાં એમ સમજીને એને પૂરો કરે કે તે બિચારે દુઃખથી મુક્ત થાય, તો તે એક ભયંકર પાપ જ છે. જે ગાંધીજીને આ સિદ્ધાન્ત સર્વવ્યાપિ થાય તે ખરેખર સૃષ્ટિ એ એક બીજાના ખુનેનું કેન્દ્રસ્થાન જ બની જાય, અને સંસારમાં “અહિંસા” જેવી વસ્તુનું નામે નિશાન પણ ન રહે.
ગાંધીજી કહે છે કે “આપણા અવિચાર અને આપણી ભીરતાને લીધે હું તો ડગલે ને પગલે હિંસા થતી જોઈ રહ્યો છું.”
આપણું અજ્ઞાનતા, અવિચાર કે ભીરતાના લીધે મનુષ્ય સમાજ કદાચ અનેક હિંસા કરી રહ્યો હશે, પરંતુ દુઃખી પ્રાણુઓને પ્રાણથી મુક્ત કરવાની પ્રવૃત્તિથી, એ હિંસા અટકી જશે, એમ શું માને છે ? મનુષ્યસમાજમાં અવિચાર છે, તો તેને સદ્વિચારને માર્ગ બતાવો. મનુષ્ય ભીરૂ છે, તે તેમને નિર્ભય બનવાના ઉપાયે જાઓ; પરન્તુ મનુષ્ય અવિચાર અને ભીરતાથી ઘણું હિંસા કરે છે, માટે દુઃખી પ્રાણિઓને પ્રાણમુક્ત કરવાની પ્રવૃત્તિ આદરાવવી, એ શું પુરૂષાર્થ છે? એ શું સાચે ઉપાય છે ?
૧૦૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat