________________
સિદ્ધપુત્ર.
પ્રચાર કરવાની આપણે જે આશા રાખી શકીએ, તે પૂરી પડે તેમ નથી. વળી કેટલાક મુનિરાજે સમયના જાણ, દેશવિદેશમાં વિચરનારા, કોને સહન કરનારા પણ છે, પરંતુ મુનિરાજના આચાર– વિચારે જ એવા છે કે-જેથી તેઓ વધારે આજાદીથી કાર્ય કરી શકે નહિ. રાત્રે મકાન છોડી બહાર ન જવાય, બત્તી આગળ ન બેસાય-ફરાય, પગે જ ચાલીને મુસાફરી કરી શકાય, ઈત્યાદિ આચારો છુટથી–ગમે તે સમયે, ગમે તે દેશમાં, જવાને માટે બાધક હોય છે. અને મારું દઢ માનવું છે કે, આચાર-વિચારોમાં શિથિલતા લાવીને કાર્ય કરવું છે, તે પિતાનું અને પરનું પણ ખોવા બરાબર છે, આચારથી હીન થયેલ માણસ કદિ પ્રભાવ પાડી શકતા નથી. પોતાની હદને ચૂકનાર નથી ઘરને રહેતે કે નથી ઘાટનો. એમાં દાંભિતા વધે છે, એટલું જ નહિ પરંતુ એક પગથીયું ચૂક્યા પછી તે નીચે જ આવીને પડે છે. માટે કઈ એમ કહેતું હોય કે-સાધુઓ પિતાના મુખ્ય આચારેમાં પરિવર્તન કરીને-શિથિલતા લાવીને ખૂબ પ્રચારનું કાર્ય કરે, તો તે બિલકુલ હંબક છે. એથી કદિ પણ ફાયદો થતો નથી. બેશક, સમયને અનુકૂળ માત્ર તેજ પ્રવૃત્તિ આદરી શકાય કે જેથી આચારમાં–પોતાના સાધુધર્મમાં શિથિલતા ન આવે.
આવી રીતે જૈન ધર્મના પ્રચારનું કાર્ય કરનારા મુનિરાની આ સ્થિતિ છે. બીજે વર્ગ તિવર્ગ છે. આ વર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com