________________
સિદ્ધપુત્ર. સમાજમાં હતા, ત્યારે જૈનધર્મના વિસ્તાર કેટલો બધે હતા, એ ઈતિહાસનાં પૃષ્ઠો ખુલ્લી રીતે બતાવી રહ્યાં છે. કમનસીબે સાધુઓમાં શિથિલતા આવવા લાગી, લાંબા લાંબા વિહારે બંધ પડી ગયા, અને સાધુઓએ પિતાના વિહારનું ક્ષેત્ર અમુક મર્યાદામાં જ બનાવી લીધું. પરિણામ એ આવ્યું કે-જૈનધર્મ પણ તેમની સાથે જ સાથે એક ખાબોચીયામાં જઈ ભરાયે.
પરંતુ આ સ્થિતિ સુધારવાને માટે હવે જાગ્રત થવાની જરૂર છે. એ વાતનો પોકાર ચારે તરફથી થઈ રહ્યા છે. એ પિકાની સાથે “સમયના ફટકા પણ હવે વાગવા લાગ્યા છે. અને તેથી પહેલા કરતાં કંઈક અંશે સાધુઓ સચેત થયા હોય, એમ જોવાય છે. છતાં હજુ પણ સાધુઓને મહેટો ભાગ સમાજમાં શાપરૂપ કાર્ય કરી રહ્યો છે. આખા દેશમાં જ્યારે સંપનું-પ્રેમનું-એકતાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે, ત્યારે કેટલાક પોતાને ધુરંધર વિદ્વાન અને નેતા તરીકે ઓળખાવતા કલેશાચાર્યો કલેશનાં-કુસંપનાં–ઝઘડાનાં ઝાડ ઉગાડી રહ્યા છે. જે વખતે દેશના પ્રણેણામાં ઉપદેશકે– પ્રચારકેને ફરવાની વિચારવાની આવશ્યક્તા છે તે વખતે કેટલાક મહાપુરૂષે ઉલટા શ્રાવકની ખુશામતમાં ફસાઈ શ્રાવકેનાં રમકડાં બની ચેકસ ક્ષેત્રોમાં પિતાના રાગીઓ બનાવવાની ધૂનમાં પડ્યા છે અને શ્રાવકે પણ પક્ષાપક્ષીમાં પડી, ધર્મના એ ફિરસ્તાઓનેધર્મના પ્રચારને પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com