________________
સમયધર્મ. ખીજા એમ જુદા જુદા શ્રાવણ્ણાને માનવાવાળા શ્રાવકે રહેતા હશે. જ્યારે મુનિરાજ કોઈ પણ એક પરંપરાને માનનારા હશે; આવી અવસ્થામાં, સંઘમાં ક્લેશ ન થાય, એવી રીતે સ ંભાળીને કાર્ય કરી લેવાની જરૂર છે. ભલે પેાતાની પરંપરા ન મૂકવામાં આવે, પરંતુ સંઘમાં લેશ થાય, એવું તેા કમમાં કમ ન થવુ જોઇએ. એવી જ રીતે તે તે ગામના સઘાએ પણ બહુ દીર્ઘદ્રષ્ટિથી કામ લેવાની જરૂર છે. કાઈ પણ મુનિરાજની પક્ષાપક્ષીમાં પડીને પેાતાના ગામમાં ક્લેશની વાળા ભભુકાવવી, એ બિલકુલ નહિ ઇચ્છવા ચેાગ્ય જ કહી શકાય. મુનિરાજતા ચતુમાંસ ઉતરે વિહાર કરી જાય છે, પરંતુ ગામમાં પેસી ગયેલે ક્લેશ વર્ષો સુધી બન્યા રહે છે. અને ક્લેશ દાવાનળથી અત્યારે જૈનસમાજ કેટલી સંતપ્ત થઇ રહી છે ? એવી અવસ્થામાં નવા નવા ક્લેશેનાં વાતાવરણા ઉભાં થાય, એ જળહળતી અગ્નિમાં લાકડાં નાખવા જેવું અને છે. માટે આ વિષયમાં ખાસ સંભાળથી કાર્ય લેવાની જરૂર છે.
બીજી ખાખત દાનાપદેશની છે. મુનિરાજો પાતપેાતાના ચતુર્માસમાં ગૃહસ્થાને પેાતાના દ્રવ્યનેા સન્ધ્યય કરવાને ઉપદેશ આપશે, પરંતુ એ સર્વ્યય કેવા માગે કરાવવા એ ખાસ કરીને વિચારવા જેવું છે. મુનિરાજોજો સમાજની આવશ્યક્તાઓને વિચાર કરીને જ આ ચેામાસામાં ઉપદેશ આપે તે મારી ખાતરી છે કે સમાજની ઘણી આવશ્યક્તાઓની પૂર્ત્તિ થઈ શકે તેમ છે.
૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com