________________
સમયધર્મ.
ભેગવી રહ્યાં છે. કેટલેક સ્થળે એવું પણ બની રહ્યું છે, કે—કેવળ ભરતીમાં ભરાઈ રહ્યું છે. જરૂરત હોય કે ના હોય, એની કંઈ સાર્થકતા થતી હોય કે ન થતી હોય, પરંતુ ગાડરીયા પ્રવાહની માફક એક પછી એક કયા જ કરશેબીજી તરફથી જોઈએ તે હજારે જેના ભાઈઓને પિતાના કુટુંબનું પોષણ કરવું પણ ભારે થઈ પડ્યું છે, બલકે પિતાનું પેટ ભરવા જેટલું પણ સાધન નથી. તેઓને ધંધા–રેજગારે ચઢાવવાનું પણ કોઈને સૂઝતું નથી.
આ બધું બનવાનું કારણ એક જ છે. અને તે એ કે સમયધર્મ”ને આપણે લક્ષમાં લેતા જ નથી, કેવળ, આપણું ધૂન, આપણી આદતો અને એથી આગળ વધીને કહીએ તે આપણે આપણા સ્વાર્થોને આધીન બન્યા છીએ. આ બાબતોને કેરે મૂકી આપણે કેવળ “સમયમ” જ સમાજને શીખવીએ તે ખરેખર સમાજને ઉદ્ધાર થાય. સમાજની સ્થિતિ તે એવી છે કે–એને ઘેરનાર જઈએ. વાળનાર જોઈએ. સમાજની સ્થિતિ એ તે દૂધીને વેલા જેવી છે. વેલડીને કોઈ છાપરા ઉપર ચઢાવે તો ત્યાં ચઢશે, ભીંતે ચઢાવો તો ત્યાં ચઢશે અને જમીન ઉપર જ ફેલાવા દેશે તે ત્યાં પડી રહેશે. એને તે બધો આધાર એના સંરક્ષકમાળી ઉપર છે. સમાજના માળી–દેરનાર–સંભાળનાર એવા ઉપદેશક-સાધુ-સાધ્વી છે. ચાહે તો તે ઊંડા કુવામાં નાખે, ચાહે જગતની બીજી જાતિના શિરમેર બનાવે.
૭૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat