________________
સમયધર્મ.
ચતુર્માસ રહ્યા હશે તે તે ગામનાં લેકના આનંદને પાર આજ નહિ રહ્યો હોય. તેઓ પોતાને અપૂર્વ ભાગ્યશાળી સમજતા હશે. ચોમાસામાં ગુરૂ મહારાજના મુખથી પરમાત્માની વાણીનું પાન કરીશું, યથાશક્તિ તપસ્યા કરીશું, જ્ઞાન ધ્યાન ધરીશું, સામાયિક, પિષધ, પ્રતિકમણ કરીશું, અને યથાશક્તિ દાનપુણ્ય કરીશું. શ્રાવક શ્રાવિકાઓનાં હૃદયે આવી ભાવનાઓથી ઉછળી રહ્યાં હશે. બીજી તરફથી સાધુ સાધ્વઓ પણ ચતુર્માસની સ્થિતિ દરમ્યાન અનેક પ્રકારનાં કાર્યો કરવાની ઈચ્છાઓ કરી રહ્યા હશે. કઈ ચતુર્માસ દરમીયાન એક ગૃહસ્થને તૈયાર કરી સંઘ કઢાવવાની ઈચ્છા કરી રહ્યા હશે. કેઈ ઉજમણા–ઉપધાન માટે કઈ બાઈ–ભાઈની શોધ માટે વિચાર કરી રહ્યા હશે. કે પોતપોતાના ઉપદેશથી ચાલતી સંસ્થાઓને પુષ્ટ કરાવવાની ઈચ્છા કરી રહ્યા હશે, કઈ નવયુવકે કે છોકરાઓને નસાડવા ભગાડવાની યેજનાઓ ઘડી રહ્યા હશે, અને કઈ પતિત દ્રવ્ય-કપડાં લત્તાં અને એવી બીજી વસ્તુઓના સંગ્રહની ઇચ્છા પૂરી કરાવાના વિચારને પુલ બાંધી રહ્યા હશે. જ્યારે કેટલાક તે ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર બનાવવાની ભાવના કરી રહ્યા હશે. આમ સ્વાર્થ કે પરમાર્થની ભાવનાઓમાં સે મશગુલ હશે. અસ્તુ, ગમે તેમ છે, પરન્તુ ખરી વાત એ છે કે– જે મુનિરાજે સમાજના તારણહાર છે, જેઓએ સમાજ-શાસનના કલ્યાણને માટે જ ફકીરી સ્વીકારી છે, અને જેઓએ પિતાને સ્વાર્થ સાધવામાં જ નહિં, પરન્તુ શાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com