________________
સમયને ઓળખે. નની ઉજજવલતામાં જ પોતાનું અને પરનું કલ્યાણ માન્યું છે, એવા શાસનશુભેચ્છક મુનિરાજે–આચાર્યાદિ પદવી ધરે, આ ચાતુર્માસમાં જેનજનતાને કેવળ “સમયધર્મ જ સમજાવવાનો પ્રયત્ન કરે, તે મારું માનવું છે કે-એ ત્યાગી મહાત્માઓના ઉપદેશથી આખી સમાજની કાયાપલટ થઈ શકે. સમયધર્મ એ જ છે કે સમય જે જે કાર્યોની આવશ્યક્તા સ્વીકારતો હોય, તે તે બાબત તરફ લેકનું ધ્યાન ખેંચવું. હું ઘણુ વખત લખી ગયો છું તેમ એક કાર્ય ગમે તેટલું ઉત્તમ હોય, પરંતુ તે ઉત્તમ કાર્ય કરવાને માટે પણ સમય અને સ્થાન જેવું જોઈએ છે.
“રામ”નું નામ ગમે તેટલું ઉત્તમ હોવા છતાં વિવાહના પ્રસંગે રામ નામ સત્ય હૈ “રામ નામ સત્ય હૈ” ના પિકા ન જ થાય.
અમારે મુનિવર્ગ માત્ર આટલાથીજ વસ્તુસ્થિતિને સમજી લે તે, માત્ર એક જ ચતુર્માસમાં સમાજના ઉદ્ધારનું ઘણું કામ કરી શકે. પ્રતિવર્ષ લાખો રૂપિયા ખરચાવવા છતાં આપણું એક પણ સંસ્થા-ખાસ કરીને નભાવી–ટકાવી રાખવા જેવી સંસ્થાઓ, ભીખ માગતી બંધ પડી નથી, આટલી આટલી સખાવતે થવા છતાં હજુ એક પણ સુંદર વિધવાશ્રમ આપણે ત્યાં સ્થપાયું નથી, રોજ નવાં નવાં ખાતાંઓ ખેલવામાં આવશ્યક્તા ઉપરાન્તનાં ફંડો થવા છતાં, જૂનાં અને મહાન ઉપકારી ખાતાંઓ હજુ જેવી ને તેવી સ્થિતિ
૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com