________________
સામાજિક બને.
રહેલાઓની સાથે બેટી વ્યવહાર ન કરે ? કેટલી અફસસની વાત ! ખેર, જવા દ્યો તે જુદા જુદા વાડાઓની વાત. એકજ વેતામ્બર કે દિગમ્બર, સ્થાનકવાસી કે તેરાપંથીના વાડામાં રહેલા ઓસવાલ, પિરવાલ, શ્રીમાલ, અગ્રવાલ, ખંડેલવાલ, જયસવાલ, પલ્લીવાલ વિગેરે કહેવાતા લેકે પણ એક બીજાની સાથે સંબંધ નહિં જોડે. આથીયે જરા આગળ વધો. ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ, ખંડેલવાલ જયસવાલ, પલ્લીવાલ વિગેરેમાં પણ વીસા, દસા, પાંચા અને અઢીયા વિગેરેના ભેદે એટલે એમાં પણ વીસ વીસાને જ શોધે અને દસે દસાને. એક બીજાની સાથે તેઓ પણ ન જોડાય. ઠીક. વીસા, દસા, પાંચા, અને અઢીયામાં પણ પાછો એકડે. આ એકડાએ તો ખરેખર ગજબ જ કર્યો છે. ધારો કે કઈ પ્રાન્તમાં પાંચસો ઘર વીસા ઓસવાળનાં છે. તે લેકેમાં પણ કેટલાયે એકડા બંધાઈ ગયા હશે. અર્થાત્ પચાસ પચાસ કે સો સો ઘરના એકડામાં-બલ્ક કઈ કઈ સ્થાને તો સત્તાવીસી, પચીસી, વીસી–એવાં નામે પાડેલા હોય છે, એટલે એટલા ગામમાંજ રહેનારા દયા દસામાં અને વીસા વીસાની સાથે સંબંધ કરી શકે, બહાર નહિ. બતાવે, આ સંકુચિતતા–આ એકડા એ આખી યે જેનકેમને મૃત્યુઘંટ નથી શું ? જે નાનકડી કોમમાં આટલા આટલા ભેદાનભેદ હોય, આટલી બધી વાડા-વાડીઓ હોય, તે કોમને દિવસે દિવસે હાસ થાય તો તેમાં નવાઈ જેવું શું છે ?
૪૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat