________________
સામાજિક ઉન્નતિ, અને હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધી જૈન ધર્મનો પ્રભાવ આખીયે જનતા ઉપર પાડ્યો હતો. એટલું જ શા માટે મુહમ્મદ તુગલક, ફિરોજશાહ, અલ્લાઉદિન, ઔરંગઝેબ, અકબર અને જહાંગીર જેવા મુસલમાન બાદશાહ ઉપર પ્રભાવ પાડીને– તેમને ઉપદેશ આપીને જૈનધર્મની અપૂર્વ છાપ પાડી હતી. આજે આ પ્રયત્ન તરફ જૈન સમાજના ગૃહસ્થ વર્ગનું અને સાધુ વર્ગનું કેટલું દુર્લક્ષ્ય છે, એ કેઈથી અજાયું છે ? આપણા આચાર્યો, ઉપાશ્રયની ચાર દિવાલમાં પોતાના ભક્ત શ્રાવક-શ્રાવિકાએની આગળ પિતાની વિદ્વત્તાનું જોર બતાવે છે. પરન્તુ કઈયે આ દિશામાં પ્રયત્ન કરવા તરફ પ્રેરાય છે ? અને કદાચિત કઈ ભૂલ્યા ભટક્યા કોઈનાનકડા રાજાની સાથે કલાક બે કલાક વાતચીત કરવાનો પ્રસંગ મળી જાય કે એકાદ ચિઠ્ઠી પત્રી મળી જાય, ત્યાં તો અમારા સાધુઓ ફૂલેચે નથી માતા! જાણે કે અમે જૈન ધર્મને એક પ્લેટે વિજય વાવટો ફરકાવ્ય. બસ આટલામાં જ અમે અમારા કર્તવ્યની “ઈતિશ્રી” સમજીએ છીએ. આમ રાજસત્તામાં ન તો સાધુઓ પ્રવેશી શક્યા છે. કે ન ગૃહસ્થો. ગૃહસ્થામાં કદાચિત્ કઈ
ડીક લાગવગ ધરાવનાર હોય છે તો તે પોતાની સ્વાર્થવૃત્તિમાંજ મસ્ત રહે છે. રખેને મારું માન ઘટી જાય, રખેને મારૂં ટાઈટલ લઈ લેવામાં આવે, રખેને મને તે હેઠ્ઠાથી અલગ કરવામાં આવે, બસ આ ભયથી—આ સ્વાર્થોધતાથી તે ખુશામતમાં જ પિતાનું જીવન વ્યતીત કરે છે. આવી
૫૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat