________________
સમયને ઓળખે.
જ્યાં હિંસામાંજ પરમધર્મ મનાઈ રહ્યો છે, ત્યાં આપણા એ ઉત્સવો શા કામના છે? અને જૈન સમાજમાં પણ–જેનધમીઓમાં પણ જ્યાં સુધી હજારેને એક વખતનું અન્ન સરખું મળતું નથી, ધાર્મિક શ્રદ્ધાઓ પેટના કે ગમે તે કારણે દિવસે દિવસે ઘટી રહી છે, ત્યાં પણ એ ઉપાયે શા કામના છે? અત્યારે તે જેને સમાજને બચાવવાની અને વધારવાની જરૂર છે. જેનસમાજ જીવતી હશે, વૃદ્ધિગત થશે, તે એની પાછળ બધાંએ કાર્યો સમુન્થલ દેખાશે. બાકી જીર્ણ-શીર્ણ અવસ્થામાં–અર્થાત્ દાંત પડી ગયા હોય, આંખે ઉડી પેસી ગઈ હોય, હાથ–પગમાં કંપારી છૂટી રહી હોય, ગાલેમાં ખાડા પડી ગયા હોય, શરીરમાં કલેચડી પડી ગઈ હોય, અને લાકડીના ટેકા સિવાય એક કદમ પણ ચાલી શકાતું ન હોય, આવી ભયંકર વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ શરીર ઉપર આભૂષણ લાદવાં કયાં સુધી ઉચિત છે, એને વિચાર સમાજના વિચારકોએ કરવો ઘટે છે. પેટમાં વેંતને ખાડે હોય, ભૂખથી પેટમાં આગ સળગી ઉઠી હાથ, એવા સમયમાં ગમે તેવું કિંમતી વસ્ત્ર પણ ઓઢાડયું શું કામનું છે? તે વખતે તો જેટલાને સૂકે પણ ટુકડેજ કમને ? માટે સમયને ઓળખે, અને સામાજિક ઉન્નતિના જે ઉપાયે ઉપર બતાવવામાં આવ્યા છે, તે હાથ ધરી સમાજની ઉન્નતિ કરવા બહાર પડે. એજ.
-
- -
-
-
૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com