________________
સામાજિક ઉન્નતિ. સોસાઈટીઓનો પરસ્પર સંબંધ હોવો જોઈએ. આર્યસમાજ આવી ૧૫૧૦ સભાઓની હયાતી ધરાવે છે. જેમાં ૮૩૪ સભાઓએ તે પિતાનાં સ્વતંત્ર ભવને પણ બનાવી લીધાં છે. આ સભાઓના સભાસદોની સંખ્યા છ લાખ અને અડતાલીસ હજારની છે. આ બધીયે સભાએ એક જ સંચાલનપૂર્વક ચાલે છે. એક બીજાને પરસ્પર મદદ કરે છે.
જેનામાં આવા પ્રકારના બંધારણ પૂર્વકની સભાઓ થાય, તે કેટલું બધું કામ કરી શકાય ?
આર્ય સમાજે પોતાના સમાજની ઉન્નતિના જે અનેક સાધન હાથ ધર્યા છે તેમાં ૪૮ અનાથાલયે, ૪૦ વિધવાશ્રમે, ૧૪ ઔષધાલય, ૩૦ પ્રેસ, ૪૦ સમાચાર પત્ર, ૧૦૦ પુસ્તકોની દુકાને અને ૧ કોઓપરેટીવ બેંક પણ છે. એ પણ ભૂલવા જેવાં નથી. આટલાં આટલાં સાધને હાથ ધરનાર સમાજ કેમ પોતાની સામાજિક ઉન્નતિ ન કરે.
આપણે લાખ ખરચીને સંઘે કાઢીએ–કઢાવીએ, હજારેનો વ્યય કરીને ઉઝમણાં-ઉપધાન મહોત્સવે કરીએ કરાવીએ, પરન્તુ સામાજિક ઉન્નતિને માટે તેથી વિશેષ શે લાભ છે? બેશક, શ્રદ્ધાળુ જીવો એની અનુમોદના કરીને પોતાના સમ્યકત્વને શુદ્ધ રાખશે-ઉજ્જવળ કરશે, પરંતુ
જ્યાં જૈનધર્મની ભાવનાનું નામ નિશાન નથી, જ્યાં મહાવીરના સિદ્ધાન્તની ઓળખ સરખી નથી, જ્યાં પરમાત્મા મહાવીરદેવની ઉત્કૃષ્ટ આદર્શતાની પિછાન સરખી નથી, અને
૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com