________________
સમયને ઓળખે.
સારંગપુરવાળા વકીલ લક્ષ્મીનારાયણજી. આ ભાઇએ વર્ષોથી જૈનધર્મ પાળે છે. જૈન ધર્મના આચાર, વિચારે દઢતાપૂબેંક પાળવા સાથ જૈનધર્મની અનેક રીતે સેવા બજાવી રહ્યા છે. આવા ભાઈઓને, જૈનસંઘે ખરાખર અપનાવી રાખવા અને એની સાથે તમામ પ્રકારના સબંધ રાખવાની ઉદારતા રાખવી જોઇએ છે. આવી ઉદારતાથીજ જૈનધર્મ વધી શકશે. જૈન સમાજની ઉન્નતિ થશે.
જૈન સમાજની પ્રગતિનું બીજું કારણ છે—રાજસત્તા ઉપર પ્રભાવ. રાજસત્તા એ ધર્મના પ્રચારનુ પ્રબળ કારણ છે. રાજા જે ધર્મના અનુયાયી હાય, પ્રજા તે તરફ અવશ્ય ઝૂકવાની. એક સમય હતેા કે સમ્મતિ, શ્રેણિક, કાણિક, કુમારપાળ આદિ અનેક જૈન રાજાએ, અને વસ્તુપાલ, તેજપાલ, વિમલ, ભામાશા વિગેરે જૈન મંત્રીએ થઈ ગયા કે જેમણે પેાતાના માન્ય ધર્મના પ્રચાર કરવા સતત પ્રયત્ન કર્યો. આજે પ્રત્યક્ષ પ્રમાણ છે કે—કિશ્ચીયાનિટીને! પ્રચાર કરવા માટે એના પ્રચારકેાને રાજસત્તાના કેટલા બધા સહારે છે. રાજસત્તાની જેને ઘેાડી ઘણી પણ મદદ હાય —એથ હાય, તેએ શુ ન કરી શકે ? અને એનું જ કારણ હતું કે પ્રાચિન સમયમાં આપણા ધુરંધર આચાર્ય રાજાઓને પ્રતિમાધવા તરફ વધારે ધ્યાન આપતા હતા. દાખલા તરીકે—આ - સુહસ્તિએ સ’પ્રતિ રાજાને, બપ્પભટ્ટએ આમરાજને, વાસુદેવાચાયે હિરકુંડના રાજાઓને, શીલગુણસૂરિએ વનરાજને
૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com