________________
સમયને ઓળખે. પણું, પણ ગરીબોના મદદગાર થઈને, અનાથના નાથ બનીને, અશિક્ષિતોના શિક્ષક થઈને, રેગીનાં રોગ નિવારણ કરીને, અસહાયોને સહાયતા આપીને, અને દુખીચેના બેલીને થઈને ક્રિશ્ચીયન મિશનરીઓ આમવર્ગને અપનાવે છે. આપણે એમનું અનુકરણ કેમ ન કરીએ ? અને કદાચ એટલું ન કરીએ તે પણ એટલું તો ખરું જ છે કે
જૈન ધર્મના તો સમજાવનાર ઉપદેશકને ઠેકાણે ઠેકાણે ફેરવવા, એમાં તો જરાયે અનુચિત જેવું નથી જ, તેમ જ જેન સિદ્ધાન્તની પ્રતિપાદક્તાવાળાં ટ્રેકટેપુસ્તકહસ્તપત્રોને પણ ખૂબ પ્રચાર કરવો જોઈએ. જેના સમાજનું ઉપદેશક ક્ષેત્ર એટલું બધું ન્હાનું છે કે–દેશના દેશને પહોંચી વળવા માટે રાત કે દિવસની જેમને અડચણ ન આવે, એવી મોટી સંખ્યાના ગૃહસ્થ ઉપદેશકેની જરૂર છે. આવા ઉપદેશકો–સ્વાર્થ ત્યાગી ઉપદેશક-ધર્મની ભાવનાવાળા ઉપદેશક-સમાજની દાઝ ધરાવનારા ઉપદેશકે તૈયાર કરવા માટે આપણે ખરેખર આર્યસમાજીઓની પદ્ધતિનું અનુકરણ કરવું જોઈએ છે.
લગભગ પચીસ વર્ષથી સંગઠિત થયેલ જેનસમાજને અને માત્ર ચાલીસેક વર્ષથી હયાતિમાં આવેલ આર્યસમાજને શિક્ષાના ક્ષેત્ર સંબંધી મુકાબલો કરવામાં આવે, તે ખરેખર જેનસમાજની કર્તવ્યશૂન્યતા માટે આપણને ઉગ્ર દુઃખ થવા સિવાય નહિં જ રહી શકે.
દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com