________________
સમયને ઓળખે.
સંસ્કૃત ભાષાને પોતાનાં શિક્ષાલયમાંથી બહિષ્કાર કરી રહી છે! કેટલે દુઃખને વિષય છે!
સાથે સાથે એ પણ ભૂલવું જોઈતું નથી કે આર્યસમાજની બધીયે સંસ્થાઓમાં ખાસ કરીને એક વિશેષતા છે. આ વિશેષતા એ છે કે ચાહે ગુરૂકુળમાંથી કઈ યુવક નીકળશે, ચાહે કોલેજમાંથી નીકળશે, પ્રાચીન કે નવીનગમે તે પદ્ધતિનું શિક્ષણ લઈ બહાર નીકળનાર યુવક સૌથી પહેલામાં પહેલું પોતાના જીવનનું એક જ ધ્યેય બનાવશે. અને તે એ કે આર્યસમાજને પ્રચાર કરો અને આનું જ એ કારણ છે કે–અત્યારે આર્યસમાજમાં કુલ ૯૨૩ પ્રચારકો પ્રચારનું કામ કરી રહ્યા છે. જેમાં વૈતનિક ૧૬૫, અવૈતનિક ૨૨૮, સંન્યાસીપ્રચારક ૧૩૦ અને સ્વતંત્ર પ્રચારક ૪૦૦. - જૈન સમાજની સંસ્થાઓમાંથી નીકળનારા ઑટે ભાગે એની એ ગુલામીની સાંકળને ખીલે શેાધતા જ ફરે છે. કઈ વકીલ, સોલીસીટર, બેરીસ્ટર, ડૉકટર, પ્રોફેસર, ઈજીનીયર, કે એવી કઈ લાઈનમાં આગળ વધીને નીકળશે તે, તે તે લગભગ ધર્મ-કર્મથી હાથ ધોઈને જ નીકળવાનો. સંસ્થામાંથી નીકળીને પોતાના ધંધે વળગ્યા પછી દ્રવ્યપ્રાપ્તિની ધુન સિવાય, ન તે સમાજને યાદ કરશે, ન તે દેવદર્શનપૂજન કરશે, ન તે ગુરૂવંદન કે વ્યાખ્યાનશ્રવણ કરશે કે કે ન તે પિતાના જાતિભાઈઓની સેવામાં થોડો પણ પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com