________________
સામાજિક ઉન્નતિ.
જ્યારથી જૈનધર્મનાં આચરણે આચરવા લાગી, ત્યારથી અત્યાર સુધીમાં જેનભાઈઓએ તે બેનની સાથે જે વ્યવહાર રાખે છે, એ મારી ઉપરની વાતને પુરવાર કરે છે. શિવપુરીથી મુંબઈ સુધીની મુસાફરીમાં, અને મુંબઈથી ગુજરાત-કાઠીયાવાડના પરિભ્રમણમાં હું જેવા પ્રકારની ઉદારતાની આશા રાખું છું એવા પ્રકારની ઉદારતા તમામ જેનભાઈઓએ ખાનપાનના સંબંધમાં તે બેનની સાથે બતાવી છે. આ એક ખરેખર શુભ ચિ છે. આવી જ ઉદારતા, જેનધર્મમાં દાખલ થનાર તમામ લે કોની સાથે રાખવામાં આવે તો ખરેખર એ પ્રશંસનીય જ કહી શકાય. જેનધર્મ પાળનારી હજી પણ એવી કેટલીક જાતિ છે કે જેની સાથે એક સરખે વ્યવહાર રાખવાની જરૂર છે. દાખલા તરીકે ભાવસાર, મણિયાર, મેઢ, લાડ, શ્રીમાળી વિગેરે. આ ભાઈઓ લાંબા કાળથી જૈનધર્મ પાતા આવ્યા છે. એમના બાપદાદાનાં કરાવેલાં મંદિર અને પ્રતિષ્ઠિત કરાવેલી મૂર્તિ મોજૂદ છે, છતાં દુ:ખને વિષય છે કે–એમની સાથેના વ્યવહારની સંકુચિતતાના કારણે ઘણાં ગામોમાં તે ભાઈ વૈષ્ણવ કે એવા બીજા બીજા સમ્પ્રદાએમાં ભળી ગયા છે, તેમ છતાં હજુ પણ કેટલાક શુદ્ધ જૈનધર્મ પાળે છે–તેઓની સાથે બરાબર એક સખે સંબંધ રાખવાની જરૂર છે. જે એ પ્રમાણે સંભાળી રાખવામાં ન આવે તો તેઓ પણ કાળાન્તરે આપણાથી દૂર થવાના. આવી રીતે કેટલીક છુટક વ્યક્તિઓ પણ એવી છે કે-જે કટ્ટરતાથી જૈનધર્મ પાળે છે. દાખલા તરીકે પૂનાવાળા ભાઈ ભીડે,
૫૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat