________________
સામાજિક ઉન્નતિ. બતાવવાનું છે કે—સભ્યત્વ” ની માન્યતાથી–“સખ્યત્વ માં ડાઘ લાગી જશે, એ ભયથી ખરેખર આપણે ઘણું ખાયું છે. મને લાગે છે કે આપણું કરતાં આપણા પૂર્વના ધુરંધર મહાન આચાર્યો “સભ્ય ત્વ”ના વધારે શ્રદ્ધાળુ હતા, છતાં આપણે જેમને “મિથ્યાત્વી માનીએ છીએ, એમને એ ઉદારતાથી મળતા હતા, ઉદારતાથી વિચારોની આપ લે કરતા હતા. અવસરને ઓળખી એમની સ્તુતિ પણ કરતા હતા, અને તેમ કરીને પણ તેઓને પોતાની તરફ આકર્ષિત કરતા હતા. તેમની પાસેથી ગમે તેવું કઠિનમાં કઠિન કાર્ય કરાવી લેતા હતા, એટલું જ નહિ પરંતુ જેનધર્મ તરફ તેમને ખેંચતા હતા. સંસારને કાયદે છે કે– જ્યાં સુધી આપણે એક બીજાની સાથે બેસીએ નહિ, વિચારોની આપ લે કરીએ નહિ, જૈનધર્મની ઉદારતા મધ્યસ્થ દષ્ટિથી સમજાવીએ નહિ, ત્યાં સુધી બીજાને અનુરાગ કદિ પણ ઉત્પન્ન થતો નથી અને જ્યાં સુધી અનુરાગ ન થાય ત્યાં સુધી કોઈ આપણી તરફ આકર્ષાય પણ નહિ.
આ તો આપણું ઉદારતાનું પ્રથમ પગથીયું. આ ઉદારતાનું ક્ષેત્ર તે આથીએ ઘણું વિશાળ હોવું જોઈએ. જેન ધર્મ તરફ જેઓ આકર્ષાય, તેઓને સાચા દિલથી અપનાવવા જોઈએ. “સાચાદિલ” ની મતલબ એ છે કે એની સાથે તમામ પ્રકારને, જેમ એક પિતાને જાતિભાઈ હાયસ્વામીભાઈ હોય, એની માફક વ્યવહાર છુટો કરે જોઈએ. આમ થાય તોજ જૈનધર્મમાં આવનારા–જેન જાતિમાં
૫૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat