________________
સમયને ઓળખે.
આવા એકડાઓ જેમ ગુજરાત-કાઠીયાવાડમાં છે, તેમ દક્ષિણમાં પણ છે. દક્ષિણમાં થોડાં થોડાં ઘરમાં એકડા ઘોળ બંધાઈ ગયા છે. એના કારણે અનેક ખરાબીઓ ત્યાં ઉભી થયેલી જોવાય છે. પરંતુ તેજ દક્ષિણમાં હવે લેકે સમજવા લાગ્યા છે. મુરબાડના જૈન સાથે વાત થતાં લગભગ ત્યાંના બધાયે લેકે આવા એકડાના વિરોધી જણાયા. અને એમના વિચારો ઉપરથી જણાયું કે બહુ જલદી જ તે તરફ એકડાનું બંધારણ તેડી કંઈક વિશાળતા કરશે.
આવી રીતે હવે વિચારમાં આ વસ્તુસ્થિતિ સમજાવા લાગી છે. હવે લેકે સમજવા લાગ્યા છે કે આ સંકુચિતતાનું જ પરિણામ છે કે, જેનધર્માનુયાયી કેટલીએ પેટા કેમે જૈનધર્મથી વિમુખ થઈ, એટલું જ નહિ પરંતુ સેંકડે ગરીબ કુંટુબ અને હજારે યુવકે આજે આર્યસમાજ અને એવી બીજી સમાજોમાં જઈ વસ્યા છે. જેનધર્મની પ્રગતિમાં જ નહિં, બલ્ક જૈનધર્મના સ્થિતિસ્થાપત્યમાં પણ આ સંકુચિતતાએ ખરેખર કુઠારાઘાતનું કામ કરી રહી છે. બાળ લગ્ન અને કન્યાવિક્રય જેવા દુષ્ટ રિવાજે શું આ સંકુચિતતાઓને–વાડા વાડીઓને આભારી નથી ? પાંચ-પચાસ કે સે ઘરમાંજ સંબંધ જોડાતા હોય, એવી સ્થિતિમાં ન્હાની ઉમરમાંજ બાળકોનાં લગ્ન એકદમ થઈ જાય, તે તેમાં આશ્રર્ય જેવું શું છે? તેમજ પૈસાદાર ગમે તે ભેગે-ગમે તેટલા ખર-પિસા આપીને પણ પોતાના છોકરા માટે કન્યા
४८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com