________________
સમયને ઓળખે.
આવા સાંસારિક પ્રશ્નની સાથે મારે કંઈ સંબંધ નથી, પરંતુ સાંસારિક હોવા છતાં પણ, તે ધર્મની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતો હોવાથી અને તેના કારણે જ ધર્મની પ્રગતિ અટકી રહેલી હોવાથી–બલ્ક ધર્મ-ધર્માનુયાયિઓને દિવસે દિવસે હાસ થતું હોવાથી આ વિષય ઉપર આટલે ઉહાપોહ કરે ઉચિત ધાર્યો છે.
આશા છે કે સમાજના નેતાઓ આ વિષય ઉપર વિચાર કરશે. કમમાં કમ દરેક એકડાવાળાએ–દસા–વસા આદિમાં માનનારાઓ આ વિષય ઉપર વિચાર કરી આ બંધનેને જેમ બને તેમ તત્કાલ તેડી નાખવાની પ્રવૃત્તિ હાથ ધરશે.
શાસનદેવ સર્વને સબુદ્ધિ આપ અને આવા જે જે બન્ધને દ્વારા જૈનધર્મને હાસ થતું હોય તે તે બધાને તોડી જેનધર્મનું ક્ષેત્ર અતિ વિશાળ બનાવો, એટલું ઈચ્છી વિરમું છું.
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com