________________
સમય ને ઓળખે.
અવશ્ય ચાહે છે. આવી પરિસ્થિતિમાં જે આપણે પણ જૈન સમાજની ઉન્નતિ ચાહીએ છીએ તો આપણે જરા પ્રગતિશીલ સમાજેની તરફ પણ લક્ષ્ય આપવું જ જોઈએ.
આ મુખ્ય બાબત ઉપર આવું, તે પહેલાં આપણે એ જોઈ લેવું જોઈએ કે જેને સમાજની પ્રગતિ થઈ રહી છે કે હાસ થઈ રહ્યો છે? આના સંબંધમાં લાંબું વિવેચન ન કરતાં માત્ર મારા ગતાંકમાં પ્રકટ થયેલા “સામાજિક બંધને એ લેખ તરફ જ વાચકોનું ધ્યાન ખેંચું છું. તે લેખમાં પ્રામાણિક આંકડાઓ આપીને એ સ્પષ્ટ કરી બતાવ્યું છે કે–પ્રત્યેક દશ વર્ષની મમશુમારી ( વસ્તીની ગણતરી)માં જૈન સમાજની સંખ્યા ઘટતી જ રહી છે. જ્યારે બીજી બીજી સમાજેએ આશાતીત પ્રગતિ કરી છે. તેમાં બતાવ્યા પ્રમાણે છેલ્લા બે દસકાઓનાં આર્યસમાજીઓ પોણાચાર લાખ વધ્યા છે, બૌદ્ધ એક્વીસ લાખ વધ્યા છે, મુસલમાને પણ ત્રેસઠ લાખ વધ્યા છે, અને કીશ્ચીયનો અઢારલાખ વધ્યા છે. જ્યારે જૈન દેઢલાખ કરતાં વધારે ઘટ્યા છે. માત્ર બે દસકાઓમાં જ.
આ તે છેલ્લાં બે દસકાઓની જ વાત મેં કહી છે. પરંતુ જૂના ઈતિહાસ વાંચનારા સારી પેઠે જાણે છે કે જેની સંખ્યા તે કરેડાની હતી. હમણાં છેલ્લા છેલ્લા થોડાક સૈકાઓ ઉપર પણ કેટલાયે લાખોની હતી. એટલે એ તે નક્કી જ છે
પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com