________________
સમયને ઓળખે.
અર્થાત અન્યાન્ય દેશમાં ઉત્પન્ન થયેલ અને અન્યાન્ય આહારથી વાદ્ધત શરીરવાળા હોય, પરંતુ જે તે જિનશાસનને પ્રાપ્ત થયેલ છે–જેનધર્મમાં આવેલ છે, તો તે બધા બાન્ધજ છે. ભાઈજ છે. અર્થાત્ જાતિભાઈ તરીકે તેની સાથે તમામ પ્રકારનો વ્યવહાર કરવામાં કોઈપણ જાતની અડચણ નથી.
અરે, હું ક્યાં જૈનધર્મમાં નવા દાખલ થનારાઓની વાત ઉપર ઉતરી ગયે! જેને સમાજના સામાજિક બંધારણનું ક્ષેત્ર એટલું બધું તો સંકુચિત થઈ ગયું છે કે જેના કારણે આજે કેમોની કામે જૈન ધર્મથી વિમુખ બની બેઠી છે, નાગર, મોઢ, મણિયાર અને ભાવસાર વિગેરે કેટલીએ કેમની હેટી સંખ્યા–લગભગ બધાયે લોકે આજે જેનધર્મથી વિમુખ થઈ અન્ય ધર્મોમાં ભળી ગયેલ કયાં આપણે નથી જોતા ? શા માટે ? કેવલ સમાજના સંકુચિત નિયમોથી. બીજું કંઈ પણ કારણ આગળ કરી શકાય તેમ નથી. આ સંકુચિતતાનાં કારણે હજુ પણ દિન પ્રતિદિન જૈન ધર્માનુયાયિઓ ઈતરધર્મોમાં ભળી રહ્યા છે. આપણે સંકુચિતતા તે જરા જુઓ–
ધાર્મિક દ્રષ્ટિએ જોતાંવેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી અને તેમાં પણ ગચ્છો અને તેના અનેક ભેદ, ધર્માભિમાની લેકે, એકજ જૈનધર્મને આરાધનારા–એકજ મહાવીરને માનનારા–પૂજનારા, પરન્તુ જુદા જુદા વાડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com